વુમન્સ પ્રીમિયર લીગના રોમાંચક મેચમાં દિલ્હીને હરાવી ગુજરાત બીજો મેચ જીત્યું

ગુજરાતે દિલ્હીને 11 રને માત આપી, પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત

વુમન્સ પ્રીમિયર લીગમાં દિલ્હીનો મેચ ગુજરાત જાયન્ટ્સની વચ્ચે મેચ રમાયો હતો. જેમાં ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 11  રને માત આપી હતી. 148 રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ 18.4 ઓવરમાં 136 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત તરફથી એશ્લે ગાર્ડનરે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. તેણે પહેલા 51 રન ફટકાર્યા હતા. સાથે જ 2 વિકેટ લીધી અને એક કેચ પણ કર્યો હતો. તેની સાથે તનુજા કંવર અને કીમ ગાર્થે પણ 2-2 વિકેટ લીધી હતી. તો સ્નેહ રાણા અને હરલીન દેઓલને 1-1 વિકેટ મળી હતી.

દિલ્હી તરફથી મેરિયન કેપે 36 રન બનાવ્યા હતા. દિલ્હીની અરુંધતી રેડ્ડીએ જિતાડવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પણ તે 25 રને આઉટ થઈ ગઈ હતી. આમ આ જીત સાથે જ ગુજરાતની પ્લેઑફમાં પહોંચાવાની આશા હજુ જીવંત છે.ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત ઓવરમાં 4 વિકેટે 147 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ લૌરા વોલ્વાર્ટે 57 રને બનાવ્યા હતા. તો એશ્લે ગાર્ડનરે 51 રન કર્યા હતા. બન્ને વચ્ચે 53 બોલમાં 81 રનની પાર્ટનરશિપ થઈ હતી. દિલ્હી તરફથી જેસ જોનાસને 2 વિકેટ લીધી હતી. જ્યારે મેરિયન કેપ અને અરુંધતી રેડ્ડીને 1-1 વિકેટ મળી હતી.