Abtak Media Google News

વુમન્સ પ્રીમિયર લીગ

183 રન ના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી યુપીની ટીમ માત્ર 110 રનમાં જ સમેટાઈ, આવતીકાલે મુંબઈ અને દિલ્હી વચ્ચે ફાઈનલ

વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સીઝન તેના અંતિમ તબક્કામાં આવી પહોંચી છે જેમાં એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે યુપીને 72 રને મત આપી ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. આવતીકાલે ફાઈનલ મુકાબલામાં મુંબઈની સામે દિલ્હીની ટીમ ટકરાશે ત્યારે મુંબઈ માનસિક રીતે ખૂબ જ મજબૂત ટીમ તરીકે ઉભરી આવી છે અને યુપીને સંપૂર્ણ રીતે ધમરોળી નાખી હતી.

મુંબઈ તરફથી નેટ સ્કીવર બ્રન્ટની તોફાની ઇનિંગ અને ઇઝી વોંગની વુમન્સ પ્રીમિયર લીગમાં પ્રથમ હેટ્રિક ના પગલે મુંબઈએ ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. મહિલા પ્રીમિયર લીગમાં એલિમિનેટર મેચ શરૂ થઇ રહી છે.  આજે પ્રથમ મુકાબલો મુંબઇ અને યૂપી વચ્ચે  છે. આ પહેલા આ બન્ને ટીમો બે વાર આમને સામને ટકરાઇ ચૂકી છે.

મુંબઈ ઈન્ડિયન્સે  એલિમિનેટર મેચમાં  યૂપી વોરિયર્સ સામે મોટી જીત મેળવી છે. મુંબઈએ  આ મેચ 72 રને જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સ સાથે ટકરાશે.  જે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ મેચ 26 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. ઈસી વોંગની હેટ્રિકને કારણે મુંબઈએ શાનદાર જીત મેળવી છે.  મુંબઈએ 20 ઓવરમાં ચાર વિકેટે 182 રન બનાવ્યા હતા.

મુંબઈ માટે નતાલી સીવર બ્રન્ટે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 38 બોલમાં અણનમ 72 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી નવ ચોગ્ગા અને બે છગ્ગા નીકળ્યા હતા.  કેપ્ટન હરમનપ્રીત કૌરે 15 બોલમાં 14 રન બનાવ્યા હતા. પૂજા વસ્ત્રાકર ચાર બોલમાં 11 રન બનાવીને અણનમ રહી હતી. યૂપી વોરિયર્સ તરફથી સોફી એક્લેસ્ટોને બે વિકેટ ઝડપી હતી. અંજલિ સરવાણી અને પાર્શ્વી ચોપરાને એક-એક સફળતા મળી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.