Abtak Media Google News

અબતક, ગાંધીનગર

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષે યોજવામાં આવતા ડિફેન્સ એક્સપોના ૨૦૨૨માં યોજાનારા ૧રમાં સંસ્કરણનું યજમાન ગુજરાત બનશે. આગામી ૨૦૨૨માં તા. ૧૦ થી ૧૩ માર્ચ દરમ્યાન સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડકશન વિભાગ દ્વારા આ પ્રદર્શની ગાંધીનગરમાં યોજાશે. ગુજરાતમાં વિશાળ પાયા પર યોજાનારા આ ડિફેન્સ એક્સપો-૨૦૨૨ના સુગ્રથિત આયોજન અંગેની સમીક્ષા બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી રૂ પાણીની ઉપસ્થિતીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતો યોજાઈ હતી.

કેવડિયામાં ભાજપની કારોબારી દરમ્યાન ગુજરાત સરકાર તેમજ સંરક્ષણ મંત્રાલય વચ્ચે મહત્વના એમઓયુ થયા. વર્ષ ૨૦૨૨માં ગુજરાતમાં ડિફેન્સ એક્સપો યોજવા માટે રાજ્ય સરકાર અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે એમઓયુ થયા. સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં એમઓયુ કરવામાં આવ્યા હતા.

સંરક્ષણ ક્ષેત્રનો એક્સપો માર્ચમાં યોજાશે!!

ગુજરાતમાં આયોજિત થનારા આ ડિફેન્સ એક્સપો-૨૦૨૨થી રાજ્યમાં ડિફેન્સ ઇક્વીપમેન્ટ પ્રોડકશન અને મેન્યૂફેકચરીંગ સેકટરને નવી દિશા મળશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાતમાં ડિફેન્સ એક્સપો-૨૦૨૨ની આ ૧રમી કડી અવશ્ય જવલંત સફળતા પ્રાપ્ત કરશે તેવો દ્રઢ વિશ્વાસ દર્શાવ્યો હતો. રાજનાથસિંહે ઉમેર્યુ કે આવનારા ટૂંક સમયમાં ભારત ગ્લોબલ ડિફેન્સ મેન્યૂફેકચરીંગ હબ બને તેવી પૂરી સંભાવનાઓ પણ છે.

ગત વખતે લખનઉમાં યોજાયેલી ડિફેન્સ એક્સપોની ૧૧મી શ્રેણીમાં ૭૦ જેટલા દેશોની એક હજાર જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. આ વખતે ભાગ લેનારા દેશોની સંખ્યા વધારીને સો સુધી લઇ જવાનું લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યું છે, તેમ તેમણે ઉમેર્યુ હતું. રાજનાથસિંહના જણાવ્યા પ્રમાણે ડિફેન્સ એક્સપોની સાથે ડિફેન્સ મિનિસ્ટર્સ કોન્ક્લેવ પણ યોજવામાં આવે છે. ગાંધીનગરમાં પણ વિવિધ દેશોના સંરક્ષણ મંત્રીઓનું અધિવેશન યોજાશે. ગત વખતે તેમાં ૪૦ દેશના સંરક્ષણ મંત્રીઓ સહભાગી બન્યા હતા તેનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

રાજ્ય સરકાર અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે થયા મહત્વના એમઓયુ: ગુજરાત કરશે યજમાની

સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત પ્રવાસન સ્થળ બની ગયું છે ત્યારે ડિફેન્સ એક્સપોમાં આવનારા દેશ વિદેશના મહેમાનો આ પ્રવાસન સ્થળની મુલાકાત લઇ શકે એવી વ્યવસ્થા ગોઠવાય તે ઇચ્છનીય છે. આ એક્ઝિબિશેનમાં ઘણી ઇવેન્ટ, કોન્કલેવ, સેમિનાર, બિઝનેસ એક્ટિવિટીસ યોજાશે. ડિફેન્સ એક્ઝિબેશન, પબ્લિક સેક્ટર યુનિટ ઓફ ડિફેન્સને પ્રમોટ કરવા, ખાનગી સંરક્ષણ ક્ષેત્રને લગતા ઉદ્યોગો – સ્ટાર્ટ અપ તેમજ લઘુઉદ્યોગો સહિત, સંરક્ષણ ક્ષેત્રના વિભિન્ન સાધનોનું ડેમોન્સ્ટ્રેશન,રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, સેમિનાર, વેબીનાર સહિતનાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આ એક્ઝિબિશનનો ઉદ્દેશ નમેઇક ઇન ઇન્ડિયાથને પ્રમોટ કરવા સાથે દેશને સંરક્ષણ સાધનોનાં ઉત્પાદનમાં મેજર હબ બનાવવા એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં ઇનોવેશન, સ્ટાર્ટ અપ અને લધુ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનો પણ છે. આ બેઠકમાં ડિફેન્સ એક્સપો-૨૦૨૨ના આયોજન સંદર્ભે વિસ્તૃત પ્રેઝેન્ટેશન પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.