Abtak Media Google News

હાલ અવાર નવાર દેશમાં ભૂકંપના આંચકા અનુભવાય છે. આજે ફરી ગુજરાત, મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામ સહિતના આસપાસના વિસ્તારોમાં આજે 3.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાય હતા. આ આંચકા અનુભવતા લોકોમાં અફરાતફરી જોવા મળી હતી.

ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર આવેલું સોળસુબા, વેવજી ગામોમાં આજે ધરા ધ્રુજી હતી. આ વિસ્તારોમાં આજે ભૂકંપના બે આંચકા અનુભવાય હતા. આ આંચકાની તીવ્રતા 3.2 હોવાનું જાણવામાં આવે છે. આ ભુકંપ પાલઘર જીલ્લાના ડહાણુથી 13 કિમી ઉતર-પુર્વ તરફ નોંધાયો હોવાનું જાણવા મળે છે.

આ સાથે આજે જ સવારે 11:57 વાગ્યે મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજી ના નેશનલ સેન્ટર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. ભૂકંપનો અનુભવ થતાંની સાથે જ લોકો ભયથી ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.