Abtak Media Google News

બંદરોના વિકાસ અને મેરીટાઇમ ટ્રેડ માટે સ્કીલ ડેવલોપમેન્ટ કરવા થયા અગત્યના કરાર: મરીન ક્ષેત્રે મળશે આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ

સૌરાષ્ટ્રના જોડીયા સહિતના જુના બંદરોને નવસર્જિત કરવા ગુજરાત મેરીટાઇમ બોર્ડે પોર્ટ ઓફ રોટરડેમ સાથે કરાર કર્યા છે. આ કરારથી બંદરોનો વિકાસ કરવામાં સરળતા રહેશે તેમજ શીપીંગ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં સ્કીલ ધરાવતા પ્રોફેશનલ્સ લાવી શકાશે તેવી ગણતરી સરકારની છે.

ગુજરાતમાં ચાલી રહેલી મેરીટાઇમ એકટીવીટીને રેગ્યુલેટ કરવા માટે મેરીટાઇમ બોર્ડને રોટરડેમ મદદ કરશે. આ ઉપરાંત ભવિષ્યના પ્રોજેક્ટ તેમજ આંતરાષ્ટ્રીય મેરીટાઇમ યુનિવર્સિટીમાં સ્કીલ ડેવલોપમેન્ટ માટે રોટરડેમ મદદ‚પ રહેશે. આ બંને સંસ્થા વચ્ચેના કરાર સૌરાષ્ટ્રના બંદરોના વિકાસ માટે અતિ અગત્યના બની રહેશે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડના સીઇઓ અજય ભાદુએ આ મામલે જણાવ્યું હતું કે, પોર્ટ ડેવલોપમેન્ટના સ્ટ્રેટેજીક પ્લાનીંગ સહિતની તૈયારીઓ માટે પોર્ટ ઓફ રોટરડેમ સાથે ટાઇ-અપ કરવાનું નક્કી કરાયું છે. નવા પોર્ટ બાંધવા, કેપિસીટી વધારવી તેમજ કનેકટીવીટીની સલાહ, કોમોડીટી અને કાર્ગો માટે સલાહ રોટરડેમ તરફથી મળી રહેશે. જેનાથી ગુજરાત મેરીટાઇમ બોર્ડને કયા સ્થળે ઘ્યાન કેન્દ્રીત કરવુ તેની મદદ મળશે. પોર્ટ ઓફ રોટરડેમ ગુજરાત મેરીટાઇમ બોર્ડની પોલીસી સાથે અનુ‚પ હોવાથી આ કરાર ગુજરાતના વિશાળ દરિયાકાંઠાના વિકાસ માટે ખુબજ અગત્યના છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેરીટાઇમ શિક્ષણ માટે પણ આ ભાગીદારી મહત્વની બની રહેશે. મુળ નેધરલેન્ડની શીપીંગ એન્ડ ટ્રાન્સપોર્ટ કોલેજ રોટરડેમ આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રાન્સપોર્ટ અને લોજીસ્ટીક શિક્ષણ માટે નામના ધરાવે છે. આ સંસ્થા સ્કીલ ડેવલોપમેન્ટ માટે પણ ખ્યાતનામ છે. આ સંસ્થા સાથે કરારથી ચાલનારા કોર્ષ ડિસ્ટન્સ લર્નીંગ રહેશે. જે વિડીયોના માઘ્યમથી મેરીટાઇમ યુનિવર્સિટીમાં ચાલશે. આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણથી ગુજરાત મેરીટાઇમ બોર્ડને ખુબજ ફાયદો થશે. ગ્લોબલ મેરીટાઇમ ટ્રેડ વધારવા આ એક મહત્વનું પગલુ ગણી શકાય. છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રના જોડીયા સહિતના બંદરો ખસ્તા હાલતમાં છે. જેને નવસર્જિત કરવા આ કરાર મહત્ના બની રહેશે.

તાજેતરમાં જ સરકાર દ્વારા ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠે કોસ્ટલ હાઇવે બનાવવા તેમજ ગુજરાતમાં ઇકોનોમીક કલસ્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. હવે મેરીટાઇમ ઉદ્યોગ માટે સરકારે વિદેશી સંસ્થા સાથે હાઇ મિલાવ્યા છે. જળમાર્ગે થતો વ્યાપાર વિનીમય દેશના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. વર્ષે અરબો ‚પિયાનો વ્યાપાર જળમાર્ગે થાય છે. ભારત એમાં પણ ખાસ કરીને ગુજરાતનો દરિયાકાંઠો આ વેપાર ખેંચી લાવવા ખુબજ અગત્નો ભાગ ભજવે છે. ચીન અને બ્રાઝીલ જેવા પ્રતિસ્પર્ધી દેશો સામે વેપારમાં ટકી રહેવા ભારતમાં પણ મેરીટાઇમ ક્ષેત્રે લોકો સ્કીલ ધરાવતા થાય તે મહત્વનું બની જાય છે. માટે રોટરડેમ સાથે થયેલા કરાર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વિકાસના દ્વાર ખોલશે.

લોકોને દરિયાકાંઠાના વેપાર વિનીમય માટે ઉચ્ચ અને આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ મળી રહેશે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ અગાઉ આ શિક્ષણ માટે પ્રયત્નો કરી ચુક્યુ છે. હવે પોર્ટ ઓફ રોટરડેમ સાથે થયેલા કરાર પણ આ ક્ષેત્રે મહત્વનો ભાગ ભજવશે. નવા પોર્ટના બાંધકામ તેમજ જુના પોર્ટની કેપેસિટી અને વિકાસ વધારવા માટે આ ગુજરાત મેરીટાઇમ બોર્ડ માટે મહત્વની તક ગણી શકાય. આ કરારથી સૌરાષ્ટ્રના જોડીયા સહિતના બંદરોને પણ નવસર્જિત કરવામાં સરળતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.