ઈતિહાસમાં પહેલી વાર, કચ્છના સફેદ રણમાં ગુજરાતી ફિલ્મ જગતના તારલાઓનો જમાવડો

બોલીવૂડ સહિત દેશની અન્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઓ પણ આગળ નિકળી રહી છે અને હવે ધીમે-ધીમે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (ઢોલીવૂડ) પણ પોતાની છાપ છોડતી નજર આવી રહી છે. ગુજરાતી ફિલ્મના ઈતિહાસમાં પહેલી વાર ફિલ્મો માટે ડેસ્ટીનેશન એવોર્ડ ફિલ્મ એકસેલેન્સ એવોડ ગુજરાતી માટે શહેરોમાંથી ફિલ્મ જગના તારલાઓ કચ્છના સફેદ રણમાં એઠકા થયા હતાં.

આ એવોર્ડનું આયોજન ગુજરાત ટુરીઝમ સહયોગથી તિહાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડાયરેક્ટરો,કલાકારો અને લેખકો હાજર રહ્યા હતાં. તેમને વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

કોને કોને મળ્યો એવોર્ડ

બેસ્ટ ઓરિજનલ બેકગ્રાઉન્ડ સ્કોર ઓફ યર ફિલ્મ ‘લવની લવ સ્ટોરી’ માટે પાર્થ ઠક્કરને એવોડ મળ્યો હતો.

બેસ્ટ એક્ટર ઈન કોમિક રોલ ફિલ્મ ‘ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર’ માટે હેમાંગ દવેને એવોડ મળ્યો હતો.

બેસ્ટ સિનેમેટો ગ્રાફર ફિલ્મ ’47 ધનશુખ ભવન’ જીજ્ઞેશ પંડ્યા

વ્યોમા નંદીને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો હતો ફિલ્મ ‘લવની લવ સ્ટોરી’ માટે

બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ સુચીતા વ્યાસને મળ્યો હતો ફિલ્મ ’47 ધનશુખ ભવન’ માટે

બેસ્ટ આર્ટ ડાયરેક્ટર ક્રિટીક્સ ચોઈઝ એવોર્ડ નીલ દોશી અને સેતુ ઉપાધ્યાય ’47 ધનશુખ ભવન’ માટે

બેસ્ટ સ્ક્રિનપ્લે એવોર્ડ રામ મોરી,વિજયગીરી બાવા અને પ્રાર્થી ધોડકિયાને ફિલ્મ ‘મોન્ટુ ની બીટ્ટુ’ માટે

ફિલ્મ ‘મોન્ટુ ની બીટ્ટુ’ માટે બેસ્ટ કોર્યોગ્રાફર તરીકે પ્રિન્સ ગુપ્તાને એવોર્ડ મળ્યો હતો.