જુઓ પ્રિયંકાનો નવો અંદાજ આ ઓસ્કારમાં

priyanka chopra | bollywood | entertainment
priyanka chopra | bollywood | entertainment

89માં એકેડેમી એવોર્ડ્સમાં પ્રિયંકા ચોપરા બીજીવાર જોવા મળી છે. બોલિવૂડની એ દેસી ગર્લ ઓસ્કારમાં આ વખતે પણ પોતાના આઉટફિટથી છવાઈ ગઈ હતી. પ્રિયંકા ચોપરા સતત બીજીવાર ઓસ્કારમાં વ્હાઈટ ગાઉનમાં જોવા મળી હતી.

Ralph & Russoના વ્હાઈટ ગાઉનમાં:

પ્રિયંકા ચોપરા Ralph & Russoના વ્હાઈટ તથા સિલ્વર ગાઉનમાં જોવા મળી હતી. આ ગાઉન થોડું બોલ્ડ હતું. પ્રિયંકાએ ઘણી જ સહજતાથી આ ગાઉનને કૅરી કર્યું હતું. પ્રિયંકા સ્મોકી આઈસ, લાઈટ પિંક લિપસ્ટિક, ટુ વ્હાઈટ બેન્ગલ્સ તથા સ્લીક સ્ટ્રેઈટ હેરમાં જોવા મળી હતી. રેડ કાર્પેટ પર પ્રિયંકાના લુકને ઘણો જ વખાણવામાં આવ્યો હતો.  Lorraine Schwartzની જ્વેલરી પહેરી હતી. 60 કેરેટ ડાયમંડની ઈયરિંગ્સ તથા 10 કેરેટ ડાયમંડની રિંગ પહેરી હતી.

ગ્લોબલ લેવલે બની ફેમસઃ

પ્રિયંકા ચોપરા અમેરિકન ટીવી શો ‘ક્વાન્ટિકો’થી લોકપ્રિય બની હતી. હાલમાં પ્રિયંકા હોલિવૂડની ‘બેવોચ’ ફિલ્મ કરી રહી છે.