Abtak Media Google News
  • આધુનિક ટેકનોલોજી સાથેના મશીનમાં પલભરમાં આંખનાં ઓપરેશન થઇ જશે
  • સાવલીયા હોસ્પિટલની 17મી વર્ષ ગાંઠ અને મશીનના અનાવરણ પર મંત્રી રાઘવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવો રહ્યા ઉ5સ્થિત

 

આધુનિક યુગમાં અનિયમિત જીવન શૈલી, ટીવી, મોબાઇલનું વળગણ અને પ્રદુષણને કારણે બાળકોથી લઇને વયસ્કોમાં આંખના રોગનું પ્રમાણ ચિંતાજનક હદે વઘ્યું છે. ત્યારે રાજકોટની નામાંકિત સાવલીયા આંખની હોસ્પિટલે તેની 17મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી નીમીતે સૌરાષ્ટ્રના સૌપ્રથમ મોબાઇલ રોબોટિક ઝીમર લેસર મશીનની સુવિધા શરુ કરી રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને રોબિટીક લેસર મશીનની ભેટ આપી છે. આ પ્રકારના કલીયર એપ્લિકેશન સાથેના રોબોટિક લેસર મશીન ભારતમાં માત્ર 10 જછે. ગુજરાતમાં સૌ પ્રથમ વાર રાજકોટ શહેરમાં સાવલીયા હોસ્5િટલ ખાતે ડો. અનુરથ સાવલીયાએ ઝીમર રોબોટિક લેઝર મશીનની સુવિધા શરુ કરી છે. જેને ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

છેલ્લા 17 વર્ષથી સાવલીયા આંખની હોસ્પિટલ આંખના રોગોની સારવાર કરતી આવી છે. ડો. અનુરથ સાવલીયાએ હજારો દર્દીઓના આંખના વિવિધ રોગોનું ત્વરીત અને સચોટ નિદાન સારવાર કરી નવી દ્રષ્ટિ પ્રદાન કરી છે. ત્યારે રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે આ ગૌરવની બાબત છે કે હવે સ્થાનીક દર્દીઓને દર્દીઓને આ અત્યાધુનિક ટેકનોલોજીના મશીનની સારવાર ઘર આંગણે ઉપલબ્ધ બની રહેશે. આધુનિક મશીનની ખાસિયત જણાવતાં ડો. અનુરથ સાવલીયા કહે છે કે આ એક મોબાઇલ રોબોટિક લેસર મશીન છે જે સચોટ રીતે તેમજ વિવિધ સારવાર માટે ડિઝાઇન થયેલ છે. જેમાં તેનો જયુલ લો એનરજી ટેકનોલોજીસાથે માત્ર 1 થી ર0 મીનીટમાં ઓપરેશન કરી રોજીંદા કામ કાજમાં જોડાય શકાય છે. જેમાં મોતીયા માટે ફેસ્ટો કોન્ટ્રેકટ સર્જરી અને આંખના નંબર ઉતારવા માટે બ્લેડ લેસ તેમજ ગુજરાતનું સૌપ્રથમ કિલયર ટેકનોલોજી ફલેપ લેસ ના એડવાન્સ ઓપ્શન ઉપલબ્ધ છે. ઉપરાંત દરેક સર્જરી ખુબ જ સલામત અને સચોટ પરિણામ આપે છે.

Dsc 0073

સાવલીયા હોસ્પિટલની 17મી વર્ષ ગાંઠની ઉજવણી અને રોબોટિક લેસર મશીનના ઇનોગ્રેશન કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, પૂર્વ કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, મેયર ડો. પ્રદીપ ડવ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, પ્રદેશ ઉપાઘ્યક્ષ (ગુજરાત ભાજપ) ભરતભાઇ બોધરા, રમેશભાઇ મુંગરા – પ્રમુખ જીલ્લા ભાજપ (જામનગર), જયેશભાઇ બોધરા ચેરમેન માકેટ યાર્ડ (રાજકોટ), અલ્પેશભાઇ ઢોલરીયા અઘ્યક્ષ જીલ્લા ભાજપ (રાજકોટ), ડો. ગીરીશ ભીમાણી (વી.સી. સૌરાષ્ટ્ર યુનિ.), સામાજીક અગ્રણીઓ પ્રવિણભાઇ જસાણી, જેરામભાઇ વાંસજાળીયા, રમણીકભાઇ વાડોદરીયા, જગદીશભાઇ કોટડીયા, વી.પી. વૈષ્ણવ, જયંતિલાલ સરધારા, હર્ષદભાઇ માલાની, હરેશભાઇ પરસાણા, મનસુખભાઇ રામાણી, જીતુભાઇ વસોયા, ચીમનભાઇ હાપાણી સાધુ સંતો  સંત ભકિતરામ બાપુ (ભોજલધામ ફતેપુર) સંત ભકિતરામ બાપુ (માનવ મંદિર, સંત અપૂર્વમુનિ સ્વામીજી, સંત રાજુરામ બાપુ સંત સુબોધબેન, સંત સુખદેવગીરી  બાપુ, ગુજરાતભરમાં નામાંકિત ડોકટરો ડો. ડી.પી. સાવલીયા, ડો. સંજગ ગદરે, ડો. સી.આર. બાલધા, ડો. સંજય સવાણી, ડો. પ્રફુલ કમાણી,ડો. જોગાણી, ડો. અશ્ર્વિન  લીંબાસીયા, ડો. મનદીપ ટીલાળા, ડો. પારસ શાહ, ડો. તેજસ કરમટા તથા સ્નેહી સંબંધીઓએ મહેશભાઇ સાવલીયા, લાલજીભાઇ સાવલીયા, મનસુખભાઇ સાવલીયા, અશ્ર્વિનભાઇ સાવલીયા, પરષોતમભાઇ સાવલીયા, ખીમજીભાઇ સાવલીયાએ સાવલિયા હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ ડો. અનુર સાવલીયાને અભિનંદન પાઠવ્યા હતા. સાવલીયા હોસ્પિટલમાં લવાયેલા સૌરાષ્ટ્રના સૌ પ્રથમ રોબોટિક લેઝર મશીન થકી મોતિયાના ઓપરેશનમાં થતી માનવીય ક્ષતિને નિવારી શકાશે. જેથી મોતીયાના સચોટ અને ઝડપી ઓપરેશન અહી થઇ શકશે જે રાજકોટ સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદ રુપ બની રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાવલીયા હોસ્પિટલ ટીમ પાર્થ કોઠારી, ડો. સનમ ચૌહાણ, ડો. સાહિલ પંજવાની, ડો. નિતેશ અંટાળા, ડો. તુષાર તાળા, ડો. મદીના થૈયમ, ડો. પ્રિયંકા કથીરીયા, ડો. કાજલ ઉનાગર, અપેક્ષા કાછડીયા ભંડેરી, નિલેશ કોટડીયા, અરવિંદ કોડીનારીયા, હર્ષિલ વાદી, રિશિલ સાવલીયા, ગિણોયા સર તેમજ સમસ્ત સાવલીયા પરિવાર રાજકોટએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમન સફળ બનાવ્યો હતો.

આંખના 24 નંબર સુધીની સફળ સર્જરી: ડો. અનુરથ સાવલીયા

સાવલીયા હોસ્પિટલના ડો. અનુરથ સાવલીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના દ્વારા આંખના ર4 નંબર સુધીની સફળ સર્જરી કરવામાં આવી છે અને હાલ હોસ્પિટલમાં રોબોટીક લેશર મશીનનું અનાવરણ થતાં આંખના દર્દીઓને આધુનિક ટેકનોલોજીથી સફળ અને સચોટ પરીક્ષામાંથી ઓપરેશન પાર પાડવામાં આવશે અને માત્ર 15 મીનીટમાં આંખનું ઓપરેશન રોબોટિક મશીન મારફત કરવામાં આવશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.