Abtak Media Google News

જ્ઞાતિ સમસ્તના કારોબારી સભ્યો શ્યામવાડી ટ્રસ્ટના સભ્યો તથા વિદ્યાર્થી મંડળ વિદ્યાર્થી બોડીંગ, સાંસ્કૃતિક અને રમત ગમત સમિતિઓની રચના

ગુર્જર ક્ષત્રીય કડિયા જ્ઞાતિ સમસ્ત દ્વારા સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જ્ઞાતી સમસ્તના પ્રમુખ તથા ગુજરાત રાજય ઓબીસી નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષતામાં આ મીટીંગ યોજાઈ હતી.

આ સાધારણ સભામાં જ્ઞાતિ સમસ્તના નેજા હેઠળ ચલતી તમામ સંસ્થાઓ શ્યામવાડી ટ્રસ્ટ, શ્યામમંદિર, સમિતિ, વિદ્યાર્થી મંડળ સમિતિ, વિદ્યાથીભવન બોડીંગ સમિતિ, સાંસ્કૃતિક સમિતિઓનાં તમામ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

સાધારણ સભાની શ‚આત કરતા મનસુખભાઈ ટાંક દ્વારા પ્રારંભીક ઉદબોધન કરવામાં આવ્યું હતુ નરેન્દ્રભાઈ સોલંકીની જ્ઞાતિની અધ્યક્ષતામાં સામાન્ય સભાની કાર્યવાહીઓ શ‚ કરવામાં આવી હતી. સાધારણ સભામાં ઉપસ્થિત લોકોને માહિતી આપતા જણાવ્યું હતુ કે જ્ઞાતિ સમસ્તની કારોબારી તથા શ્યામવાડી ટ્રસ્ટના હોદેદારોમાં વિદ્યાથી મંડળ વિદ્યાર્થી બોર્ડીંગમાં નવી વરણી કરવા માટે જણાવવામાં આવ્યું હતુ અમુક સભ્યોના જે જગ્યાએ ખાલી થયેલ છે. તેમાં નવા સભ્યોની નિમણુંક કરવાનો છે. જેનો હાજર રહેલ કોરમમાંથી સ્વેચ્છાએ પોતાનો પૂરો સમય આપી શકે અને જ્ઞાતિ સમસ્તની સેવા કરવા ઈચ્છુક યુવાનો તથા વડીલોને પોતાનું નામ જણાવવા કહેવાયું હતુ

વધુમાં જણાવ્યું હતુ કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ ઓબીસી સમાજના ઉત્થાન માટે વિવિધ પ્રકારની લોન સહાય તથા લઘુઉદ્યોગો માટે લોન સહાય તથા ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓ માટે પણ વિવિધ પ્રકારની યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.તેની માહિતી આપતા જણાવ્યું હતુ કે અને તેનો મહતમ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી.

આ તકે ઓએ સમાજના લોકો સમક્ષ એક નવો પ્રસ્તાવ મૂકતા જણાવ્યું હતુ કે સમાજના નવયુવાનો તથા દીકરા દિકરીઓ માટે સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન થાય અને તેઓનો પણ યોગ્ય વિકાસ થાય તે માટે નવરાત્રી દરમ્યાન રાસ ગરબાનું આયોજન તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ લોક ઉપયોગી જેવા કાર્યક્રમ અને સાંસ્કૃતિક અને રમત ગમત સમિતિની રચના કરવી કે નહી તેમના આ પ્રસ્તાવને ઉપસ્થિત તમામ હોદેદારોએ તથા દરેક લોકોએ સર્વાનુમતે સ્વીકાર કરી અને જણાવેલ હતુ કે આવિવિધ કાર્યક્રમો સમાજ દ્વારા થાય તે ખૂબજ આવશ્યક છે. સાંસ્કૃતિક અને રમત ગમત સમિતિની પણ રચવા કરવામાં આવી હતી

. જેમાં કાચા વિરેનભાઈ, જાવીયા આનંદભાઈ, મનાણી જીજ્ઞેશભાઈ, ચોટલીયા મયુરભાઈ, ટાંક દિપકભાઈ, ટાંક તુષારભાઈ, રાઠોડ વિકાશભાઈ, મકવાણા મહેશભાઈ, કાચા કલરવ, ટાંક કિશનવગેરે બહોળી સંખ્યામાં જોડાયા હતા

તેમજ જ્ઞાતિ સમસ્તના નવનિયુકત હોદેદારો અને શ્યામવાડી ટ્રસ્ટના સભ્યો ચોટલીયા નીલેશ, ચોટલીયા, જગદીશભાઈ સાપરીયા, કિશોરભાઈ ટાંક શૈલેષભાઈ પરમાર, દિનેશભાઈ મકવાણા,સંજયભાઈ વાઢેર કાનજીભાઈ, ગાંગાણી, તેજસભાઈ, કાચા રશ્મીનભાઈ સોલંકી કાંતીભાઈ , ખોલીયા ધવલ, ચૌહાણ હસમુખભાઈ વાઘેલા, રાજીવભાઈ મનાણી રાકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

અંતમાં જ્ઞાતિ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીએ ઉપસ્થિત તમામ હોદેદારો તથા સમાજના દરેક લોકોનો સાધારણ સભામાં હાજરી આપી પોતાનો કિંમતી અને અમુલ્ય સમય આપવા બદલ આભાર વ્યકત કર્યો હત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.