Abtak Media Google News

ધરતીપુત્રો પર આફતનું આભ ફાટયા જેવી અતિ કપરી સ્થિતિ: મબલખ પાક બેહદ ધૂળધાણી થતાં ખેડુતો અને ગામડાંઓ પાયમાલ: તાકીદની સહાય વિના ઓશિયાળાં: ઠેર ઠેર બૂમરાણ !

એક પછી એક વાવાઝોડાં -ઝંઝાવાતના કુદરતી કોપે ગુજરાત માટે અતિ ઘેરી આફત ઉભી કરી છે. ધરતીપુત્રો કફોડી હાલતમાં મૂકાયા છે. તેમની ચિંતા અને પીડા ચરમસીમાએ પહોચ્યા છે. ‘આપઘાત’ની શરૂઆત થઈ ચૂકી છે. તેમનાં મબલખ ધૂળધાણી થયાં છે. અ ને પાયમાલીએ માઝા મૂકી છે.સુખનાં દિવસો આવવાનાં સપનાં એકાએક રોળાયાં છે.

ખેતરોમાં પાયમાલ થયેલા કૃષિપાકની દુર્દશા ભારે હૈયે જોઈશકાતી જોઈ શકાતી નથી. વેદના વ્યકત કરવા જાય છે.ત્યાં રોઈ પડાય છે. કોણ કોને છાના રાખે અને આશ્ર્વાસન આપે, એવી હાલત સર્જાઈ છે!

ગુજરાતનાં મોટા ભાગના પ્રદેશોમાં ખેતરો અને ગામડાઓમાં ધરતીપુત્રો-પુત્રીઓ ઉપર આભ અને નીચે ધરતીની હાલતમાં મૂકાયા છે. એમના ઘરબાર નિરાશા અને નિ:સાસાથી ઉભરાતાં રહ્યા છે. તાકીદની સહાય વિના તેઓ ઓશિયાળા બન્યા છે.

એમને છાના રાખે, આશ્ર્વાસન આપે, સહાય આપે એવું વાસ્તવમાં કોઈ નહિ હોવાની હૈયાવરાળ આંખે દેખાય છે. અને કાને સંભળાય છે. સરકારી વાહનો અને એમાં ઠંડાં પીણા પીતા તથા પાન, ફાકી ચાવતા ને થૂંકતા નાના-મોટા વહીવટી તંત્રના લોકો આંટાફેરા કરી જાય છે. મોંઘીદાટ મોટરો અને મોઘાદાટ વિમાન ત્યાં પહોચતાં દેખાતા નથી, એવો હડિયાપટ્ટી કરતો રહે છે.

ક્રિકેટ મેચો મનોરંજન આપે છે…

સીનેગૃહોમાં ફિલ્મો મનોરંજન આપે છે.

લગ્નોત્સવો મનોરંજન આપે છે.

મિલન-સમારંભો મનોરંજન આપે છે.

જુગારખાનાં મનોરંજન આપે છે.

સટ્ટા-સ્થળો મનોરંજન આપે છે.

જૂઠાણાં હાંકવા, ડંફાસો મારવી, છેતરપીંડી અને ઠગાઈ આચરવા, એમાં મનોરંજન મળે છે.

ભેળસેળ, કાળાબજાર, ગોરખધંધા, બળાત્કારમાં મનોરંજન છે.

એફકેઝેડ

ધરતીપુત્રોની અને ગામડાઓમાં વરસાદે, ઝંઝાવાતે, વાવાઝોડાએ સર્જેલી પાયમાલીમાં ધરતીપુત્રો-પુત્રીઓને તાકીદની સહાય પહોચાડવામાં મનોરંજન નથી.

મંદિરોમા દેવદેવીઓ અને પરમાત્મા-પરમેશ્ર્વરી-જગદંબાઓનાં દર્શન કરવામાં અને પ્રાર્થના કરવામાં મનોરંજન છે, પણ ઈશ્ર્વરને અને દેવદેવીઓને ગમતા કાર્યોમાં ઉચિત સહાય મોકલીને મદદ કરવામાં પણ મનોરંજન છે. એ ઘડીકમાં ગળે ઉતરતું નથી !

ભગવાનની પ્રતિમાઓ ‘બોલી’માં ઠપકો આપી શકતી નથી. પરંતુ એનો મૌન ઠપકો સાંભળવાની આપણા માનવ સમાજે ટેવ પાડવી જ જોઈએ.

જુદાજુદા અહેવાલો દર્શાવે છે એ મુજબ મગફળી અને કપાસના પાકનો તો કચ્ચરઘાણ નીકળી ગયો છે. એને લગતી પાયમાલી ધરતીપુત્રો તાકીદની સહાય વગર બેઠા થઈ શકે તેમ નથી.

એટલે જ કદાચ ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે આંદોલનની ચીમકી ઉચ્ચારતા આ ચેતવણી કેટલી કારગત નીવડશે એ તો કોણ જાણે, પરંતુ કોઈકે તો રાજકીય પક્ષપાત વિના ગુજરાતના ધરતીપુત્રોની વહારે ચડયા વિના નહિ ચાલે. જો એમ નહિ થાય તો સત્તાધીશો એમનો રાજધર્મ ચૂકયા ગણાશે !

સ્વામિ વિવેકાનંદે કહ્યું જ છે કે, આ દેશના તમામ રહેવાસીઓ એક સરખા ભારતવાસીઓ છે. શ્રીમંતો અને ગરીબો, શરીરે એક લંગોટી પહેરેલ અત્યંજ અને છેવાડેના ગામમાં વસતો માણસ પણ ભારતવાસી જ છે. સુખ-દુ:ખમાં સાથે રહેવાનો એમનો ધર્મ છે.

પરમ સંત શિરોમણી પૂ. શ્રી જગાબાપા અને પૂ. શ્રી રણછોડદાસજી મહારાજએ સ્પષ્ટ પણે જણાવ્યું છેકે, માનવ સેવાએ ધર્મનો પ્રાણ છે.

આપણા સત્તાધીશો જો ગુજરાતના અસરગ્રસ્ત ધરતીપુત્રો, ખેડુતોની વહારે ચડવામાં પાછીપાની કરશે તો તે ગુનાહિત ફરજ ચૂક લેખાશે અને રાજયદ્રોહ લેખાશે !…

સહુ કોઈ જાણે છે કે, ગુર્જધરા અત્યારે પારાવાર મુશ્કેલીમાં છે અને અકળ મુંઝવણમાં છે. એની એક આંખમાં આનંદ ઉમંગ છે. અને બીજી આંખમાં ઘેરો વિષાદ છે.

આનંદ ઉમંગ એ વાતના છે કે, અસ્મિતા પ્રત્યેના મહાપ્રયાણમાં આગળ વધવાનો વિશ્ર્વાસ એણે ખોયો નથી. ડો. કમલેશ જોશીપૂરા જેવા ગુજરાતનાં સપૂતો નહેરૂ મેમોરિયલ ટ્રસ્ટ જેવા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એકમોમાં યશસ્વી અને ગૌરવપૂર્ણ પદ પામીને જુદાજુદા ક્ષેત્રે મૂલ્યવાન ફાળોવ આપી રહ્યા છે, અને ઘેરો વિષાદ એ વાતનો છે કે કુદરતી આફતે ધરતીપુત્રો-ખેડુતોના મબલખ પાકને બૂરી રીતે ધૂળધાણી કરીને તેમને મુશ્કેલી-મુંઝવણ અને ઘેરી ચિંતામાં મૂકી દીધા છે.

હવે વહેલી તકે તાકીદની સહાય પામીને તેઓ ચિંતામુકત બને અને ચિરંજીવ સુખ પામે એવી પ્રાર્થના અને ધીંગો પુરૂષાર્થ આપણે સૌએ કરવાનો રહેશે!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.