Abtak Media Google News

રામનાથ મહાદેવને વરસાદી પાણીનો જળાભિષેક હોય કે આજી ડેમ છલકાયાનું લાઇવ કવરેજ તેમજ જૂનાગઢના પૂર-તારાજીના વીડિયો ‘અબતક’ ડિજિટલના માધ્યમથી લાખો લોકોએ નિહાળ્યા અને પોતાના મંતવ્ય પણ આપ્યા

છેલ્લા શનિ-રવિ દરમિયાન જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેની પળેપળની અપડેટ ‘અબતક’ મીડીયા દ્વારા સોશિયલ મીડીયા પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Screenshot 2 46

ફક્ત બે દિવસ એટલે કે શનિ અને રવિવાર દરમિયાન ‘અબતક’ ડિજિટલ ટીમ દ્વારા 110 જેટલા જુદા-જુદા વિડિયો અપલોડ કરાયા હતા. ‘અબતક’ ડિજિટલ દ્વારા પ્રકાશિત કરાયેલા 100થી વધુ વિડિયો જુદા-જુદા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુ-ટ્યુબના માધ્યમથી 45 લાખથી વધુ લોકોએ નિહાળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે શનિ-રવિ દરમિયાન જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થતા પૂરની સ્થિતિ સર્જાઇ હતી. તેવામાં શનિવારે બપોરથી ‘અબતક’ મીડીયાએ જૂનાગઢ સહિત રાજ્યભરના વરસાદ સહિતના વિડિયો સોશિયલ માધ્યમથી પ્રકાશિત કરાયા હતા. ‘અબતક’ મીડીયાની ચેનલ ટીમ દ્વારા રવિવારે રાજકોટમાં સવારે રામનાથ મહાદેવ મંદિરને વરસાદના પાણીના જળાભિષેકનું લાઇવ તેમજ રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમ ઓવરફ્લો થયાનું પણ લાઇવ કરવામાં આવ્યું હતું. આ લાઇવ લાખો લોકોએ નિહાળ્યું હતું. ઉપરાંત જૂનાગઢમાં શનિવારે ભારે તારાજી સર્જાતા અનેક વિડિયો ‘અબતક’ ડિજિટલ મીડીયા દ્વારા ડિજિટલી મુકાયા હતા.

જેમાં રેસ્ક્યૂનો વિડિયો હોય, પૂરનો વિડિયો હોય કે અન્ય વરસાદના વિડિયોમાં લાખો લોકોએ તમામ અપડેટ ‘અબતક’ ડિજિટલ માધ્યમથી લીધી હતી.

ખરા અર્થમાં શનિ અને રવિવારે ચેનલ-ડિજિટલની ટીમે તમામ સમાચારોના વિડિયો, બ્રેકીંગ સહિતની માહિતી લાખો લોકો સુધી પહોંચાડી હતી. લોકોનો પણ સોશિયલ મીડીયાના માધ્યમથી પોતાના વ્યૂહ આપ્યા હતા એટલે કહિં શકાય કે ‘અબતક’ ડિજિટલની ટીમ રંગ લાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.