Abtak Media Google News

હળવદમાં પતિ-પત્નીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના હળવદનાં ટીકરમાં રણની ઢસીમાં પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા છે.

Advertisement

હળવદમાં મૃત્યુ પામનાર દંપતીના નામ શૈલેષભાઈ નાગરભાઈ સુરાણી અને સરોજબેન શૈલેષભાઈ સુરાણી છે. બન્નેના મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પતિ-પત્નીનાં શંકાસ્પદ મોત થતા ત્રણ બાળકો રઝળી પડ્યા છે. બંન્ને મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે.

પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુ શંકાસ્પદ હોવાથી ફોરેન્સિક લેબમા મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવ્યા છે.
બનાવને પગલે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટી પડ્યા હતા. અને હળવદ પી.આઇ. એમ.વી.પટેલ સહિતનો સ્ટાફ રણની ઢસીએ પહોંચી તપાસનો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.