Abtak Media Google News

હળવદ મહર્ષિ ગુરૂકુળ  ખાતે  નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

અબતક,ઋષી મહેતા, મોરબી

ગુજરાત નેશનલ ગેમ્સનું આયોજન થનાર છે ત્યારે હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષ સ્થાને એક્ટીવેશન કાર્યક્રમ યોજાયો. તારીખ 29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર સુધી ગુજરાતમાં નેશનલ ગેમ્સ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત ભાગીદારી થી ગુજરાત રાજ્યમાં યોજાનાર છે જેમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રમતવીરો 36 પ્રકારની વિવિધ રમતો માં ભાગ લેનાર છે,  આ નેશનલ ગેમ્સ ગુજરાતના છ શહેરો વડોદરા અમદાવાદ સુરત રાજકોટ ભાવનગર ગાંધીનગર ખાતે યોજાનાર છે

આ ઐતિહાસિક રમતોત્સવ માં દેશભરમાંથી સાત હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેનાર છે આ 36મી નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો વિદ્યાર્થીઓ માં જાગૃતિ કેળવાય તે હેતુથી શાળાઓમાં વિદ્યાર્થીઓને તેમજ યુવાનોને પ્રોત્સાહન મળે તે માટે પ્રચાર પ્રસારની પ્રવૃત્તિઓ કરી તમામ  પ્રાથમિક શાળાઓમાં તારીખ 15 મી સપ્ટેમ્બર અને 16 મી સપ્ટેમ્બર ના રોજ આયોજન કરવામાં આવનાર છે આ આયોજનમાં દરેક પ્રાથમિક શાળાઓમાં  ગામના આગેવાનો વિવિધ સંસ્થાના આગેવાનો સરપંચો ઉપસ્થિત રહેશે જુદી જુદી રમતો રમતા રમતવીરો વોલીબોલ રમતા હોય ક્રિકેટ રમતા હોય અન્ય રમત રમતા હોય તે ખેલાડીઓ ઉપસ્થિત રહેશે.

Img 20220914 Wa0175

પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 માં જુદી જુદી રમત રમાશે જેમાં ઇન્ટર ક્લાસીસ સ્પર્ધા તેમજ અન્ય સ્પર્ધાઓ ત્રિપદી દોડ કોથડા દોડ 30 મીટર સુધી રસી ખેંચ યોગાસન કબડી 50 મીટર દોડ ખોખો આવી વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજનાર છે આ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞા લેશે કે હું દરરોજ વ્યાયામ કરીશ ખેલકૂદ તેમજ શારીરિક પ્રવૃત્તિઓ માટે સમય કાઢીશ અને તંદુરસ્ત રહીશ મારા પરિવાર મારા મિત્રો મારા  પાડોશીઓ મારું ગામ તંદુસ્ત રહે તે માટે હું પ્રયત્નશીલ રહીશ અને આ ફીટ ઇન્ડિયા ને જન આંદોલન બનાવીશ તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી શાળા કોલેજ અને યુનિવર્સિટીમાં રમત ગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે માટેનું આયોજન છે.મહર્ષિ ગુરુકુળ નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી એ  જીવનમાં  સ્પોર્ટ્સ નું મહત્વ અને મોબાઈલ નો  દુરઉપયોગ ન કરવા જણાવ્યું હતું,આ પ્રસંગે મહર્ષિ ગુરુકુલ ના એમ ડી રજનીભાઈ સંઘાણી,

હળવદ પીઆઇ એમ.વી પટેલ, મહર્ષિ ગુરુકુલ રાજુભાઈ  ચનીયારા સહિતનો સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.