Abtak Media Google News

હાલ વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે ચૂંટણી સમયે જસદણ વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ પોલીસે પકડતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ આ ઘટના જસદણ તાલુકાના ખાંડા હડમતીયા ગામની છે. જ્યાં સીમ વિસ્તારમાં આવેલ સાબુના કારખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો છે.

89271213 3C62 413F 9019 Ce0A4B21A814

જસદણ પોલીસ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂનો પકડી પાડયો છે. વિદેશી દારૂ બોટલ નંગ 2400 તેમજ ફોરવીલ તેમજ બાઈક અને મોબાઈલ સહિત કુલ રૂ.9.75.000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

જસદણ પોલીસ દ્વારા આરોપી ધવલ રસિકભાઈ સાવલિયા રહે.રાજકોટની અટકાયત કરી છે. જ્યારે જાવિદ બાટવા વાળા (ઉપલેટા રહેવાસીની) અટકાયત કરાઈ નથી. જસદણ પોલીસે અધધ દારૂ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.