Abtak Media Google News

રૂ. ૫૮,૪૦૦નો વહીવટી ચાર્જ વસુલાયો

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ ૮૨ આસામીઓ પાસેથી ૫૬ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. ૫૮,૪૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૯ આસામીઓ પાસેથી ૨૨ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ. ૧૮,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૩૦ આસામીઓ પાસેથી ૧૪ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ. ૧૦,૧૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૩૩ આસામીઓ પાસેથી ૨૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ. ૩૦,૨૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.