Abtak Media Google News

ભય વિના પ્રીત નકામી : ડિજિટલ ઇન્ડિયા રંગ લાવ્યું

વાર્ષિક 50 લાખથી વધુ આવક ધરાવતા 1 લાખ કારદાતાઓને નોટિસ ફટકારવામાં આવી

કહેવાય છે કે ભય વિના પ્રીત નકામી ત્યારે ડિજિટલ ઇન્ડિયાનું જે પગલું સરકાર દ્વારા લેવામાં આવ્યું તેને લઈ રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યામાં અધધ વધારો નોંધાયો છે. સરકારે આધાર કાર્ડ અને પાનકાર્ડને લિંક કર્યા બાદ હવે કરદાતાઓને ઘણા પ્રશ્નો ઊભા થયા છે અને પરિણામ સ્વરૂપે ખૂબ મોટી સંખ્યામાં રિટર્ન ભરનારાઓ વધારો નોંધાયો છે.

Advertisement

164માં આવકવેરા દિવસની ઉજવણીના ભાગ રૂપે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ જણાવ્યું હતું કે આ વર્ષે 7 ટકા રિટર્ન ફાઇલ કરનારાઓ પ્રથમ વખત રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. તેમની સંખ્યા 31 જુલાઈ 2023ની છેલ્લી તારીખ સુધી વધી શકે છે. તે જ સમયે, વિભાગ આગામી મહિના સુધીમાં તમામ આઇટીઆર સેટલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. એટલે કે તમારા રિફંડના પૈસા ઓગસ્ટમાં જ આવી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ટેક્સના દરમાં વધારો કર્યો નથી. આમ છતાં આવકવેરાની વસૂલાત વધી રહી છે. આ આવકવેરા વિભાગની કાર્યક્ષમતાને કારણે છે. નવી ટેક્સ સિસ્ટમમાં વાર્ષિક 7.27 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર નથી. તેમ નાણામંત્રી નિર્મલા સીતારામે જણાવ્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે દેશના ઘણા કરદાતા એવા છે કે જેમની વાર્ષિક આવક 50 લાખથી વધુની છે છતાં પણ તેઓએ તેમની આવક યોગ્ય રીતે દર્શાવી નથી તેવા એક લાખ કરદાતાઓને નોટિસ બજાવવામાં આવી છે. અને બજાવેલી નોટિસ આવકવેરા વિભાગ માર્ચ 2024 સુધીમાં નિકાલ કરશે. આવકવેરા કાયદા હેઠળ, જો જરૂરી હોય તો વિભાગ આવકવેરા રિટર્ન ફાઇલ કર્યાના 6 વર્ષ સુધી તમારા આવકવેરા રિટર્નની ફરીથી તપાસ કરી શકે છે.

બીજી તરફ ઝીરો ટેક્સ ભરનારાઓની સંખ્યામાં 74 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2021-22 માં ઝીરો ટેક્સ ભરનારાઓ 5.05 કરોડ કરતાં જે વર્ષ 2022-23માં 5.16 કરોડ નોંધાયા છે. એટલુંજ નહીં વર્ષ 2020-21માં 4.84 કરોડ અને 2019-20માં 2.90 કરોડ નોંધાયા હતા. સરકારે તેની નીતિમાં બદલાવ કર્યો છે અને સાથોસાથ ચાલુ વર્ષમાં પ્રોસેસ પણ કરી દેવામાં આવ્યા છે ને 80 લાખનું રિફંડ કરતા અને સુપરત કરી દેવામાં આવ્યું છે. રિટર્ન ફાઈલ કરનારાઓ માટે હવે રિટર્ન ની પ્રોસેસ 16 દિવસમાં જ પૂર્ણ કરી દેવામાં આવશે.

6 વર્ષથી વધુ સમયના જુના કેસ ફરીથી ખોલવામાં આવશે નહીં

164માં આવકવેરા દિવસ પ્રસંગ નિમિતે નિર્મલા સીતારમણે પણ સ્પષ્ટ કર્યું હતું કે ટેક્સ એસેસમેન્ટના 6 વર્ષ પછી કોઈ પણ કરદાતાએ કેસ ફરીથી ખોલવાની પરિસ્થિતિનો સામનો કરવો પડશે નહીં. તે જ સમયે, ટેક્સ ભરવાના ચોથા, પાંચમા અને છઠ્ઠા વર્ષમાં, કેસ ફક્ત પસંદગીના સંજોગોમાં જ ફરીથી ખોલવામાં આવશે. આ કેસો પ્રિન્સિપાલ ચીફ કમિશનર સ્તરની પરવાનગીથી જ ફરીથી ખોલવામાં આવશે, તે પણ જ્યારે આવક રૂ. 50 લાખથી વધુની હોઈ

ટેક્સના દરમાં વધારો ન થયો હોવા છતાં પણ આવક વધી : નિર્મલા સીતારામન

દેશના નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે , વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ટેક્સના દરમાં વધારો કર્યો નથી. આમ છતાં આવકવેરાની વસૂલાત વધી રહી છે. આ આવકવેરા વિભાગની કાર્યક્ષમતાને કારણે છે. નવી ટેક્સ સિસ્ટમમાં વાર્ષિક 7.27 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.