Abtak Media Google News

નવા વર્ષમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસને લઈને ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે.  એક મોટો ફેરફાર એ છે કે જે લોકો સક્રિય નથી તેમના યુપિયાઈ ખાતા બંધ કરવામાં આવી રહ્યા છે.  આ સિવાય યૂપીઆઇ લઈને બીજા પણ ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે જેની અસર સામાન્ય લોકો પર પડશે.

યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસને ભારતમાં સૌથી વધુ પસંદગીની ચુકવણી પધ્ધતિનું બિરુદ મળ્યું છે

ભાગ્યે જ કોઈ એવું હશે જે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસનો ઉપયોગ કરતું નથી.  તેની શરૂઆતથી, તેણે ભારતમાં સૌથી વધુ પસંદગીની ચુકવણી પદ્ધતિનું બિરુદ મેળવ્યું છે.  તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ 2016 માં વિકસાવવામાં આવ્યું હતું અને તેના લોન્ચ થયા પછી, તેણે ભારતીયોની ચૂકવણી કરવાની અને નાણાં પ્રાપ્ત કરવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખી છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં  યુપિયાઇ પેમેન્ટ્સમાં ઘણા ફેરફારોની જાહેરાત કરી છે.  આ તમામ ફેરફારો જાન્યુઆરી મહિનાથી જ લાગુ કરવામાં આવશે. તો ચાલો આ ફેરફારો વિશે વિગતવાર જાણીએ.

– વ્યવહાર મર્યાદા

ટ્રાન્ઝેક્શન લિમિટમાં યૂપીઆઇ લઈને મોટો ફેરફાર થયો છે.  હવે તમે યૂપીઆઇ દ્વારા એક દિવસમાં 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકો છો.  અગાઉ આ મર્યાદા 1 લાખ રૂપિયા સુધીની હતી.

– વણવપરાયેલ યૂપીઆઇ આઇડી બંધ કરવામાં આવશે

ગયા વર્ષે એનપિ સીઆઇએ  એક નિવેદનમાં કહ્યું હતું કે લગભગ 1 વર્ષથી સક્રિય ન હોય તેવા તમામ યૂપીઆઇ આઇડી બંધ કરવામાં આવશે.  આનાથી ગૂગલ પે, પેટીએમ અને ફોનપે યુઝર્સને અસર થશે.  જેની શરૂઆત 31મી ડિસેમ્બરથી થઈ છે.

– 1 લાખ રૂપિયા સુધીની ચુકવણી માટે કોઈ પ્રમાણીકરણની જરૂર નથી

આરબીઆઈ એ  કહ્યું છે કે 1 લાખ રૂપિયા સુધીની ચૂકવણી માટે હવે વધારાના ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર રહેશે નહીં.  અગાઉ 15,000 રૂપિયાથી વધુની ચુકવણી માટે આ જરૂરી હતું.

– યૂપીઆઈ લાઇટ વોલેટનો વિસ્તૃત અવકાશ

હવે યૂપીઆઇ લાઈટ વોલેટમાંથી 2,000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાશે.  આ માટે કોઈ પિનની જરૂર પડશે નહીં.  જ્યારે ઑફલાઇન મોડમાં યૂપીઆઇ લાઇટ દ્વારા 500 રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે.  પહેલા આ મર્યાદા 200 રૂપિયા હતી.

– નવા વપરાશકર્તાઓ માટે 4 કલાકની મર્યાદા

આરબીઆઈ એ ઓનલાઈન યૂપીઆઇ ફ્રોડ રોકવા માટે નવો નિયમ બનાવ્યો છે.  હવે યૂપીઆઇના નવા યુઝર્સ એટલે કે જેમણે નવું ખાતું બનાવ્યું છે તેઓ માત્ર રૂ. 2,000 સુધીનું પ્રથમ પેમેન્ટ કરી શકશે.

– યૂપીઆઇ એટીએમ અને ’ ટેપ એન્ડ પે ’

નવા વર્ષમાં તમને યૂપીઆઇ એટીએમ  સુવિધા મળશે, એટલે કે તમે તમારી યૂપીઆઇ એપની મદદથી કોઈપણ યૂપીઆઇ એટીએમ માંથી  પૈસા ઉપાડી શકશો.  આ માટે તમારે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે.  હિટાચી પેમેન્ટ સર્વિસે યૂપીઆઇ એટીએમ લોન્ચ કર્યું છે.  તમે યૂપીઆઇ એટીએમ પર કયુંઆર કોડ સ્કેન કરીને પૈસા ઉપાડી શકશો.  આ સિવાય યૂપીઆઇમાં  ’ટેપ એન્ડ પે’ ફીચર પણ આવી રહ્યું છે.  આ ફીચર એવા ફોનમાં કામ કરશે જે એનએફસી  સપોર્ટ કરે છે.  તમે તમારા ફોન પર ટેપ કરીને પેમેન્ટ કરી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.