Abtak Media Google News

રાજયમાં સીઝનનો સરેરાશ 71.67 ટકા વરસાદ વરસી ગયો: સવારથી 50 તાલુકામાં ઝાપટાથી લઇ દોઢ ઇંચ સુધી પાણી પડયું

ગુજરાતમાં અવિરત મેઘરાજા વરસી રહ્યા છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 33 જિલ્લાના ર01 તાલુકામાં હળવા ઝાપટાથી લઇ ચાર ઇંચ સુધી વરસાદ પડયો હતો. આજથી રાજયમાં મેઘરાજાનું જોર ઘટી જશે. દરમિયાન સવારથી 41 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. આજ સુધીમાં રાજયમાં 71.67 ટકા વરસાદ વરસી ગયો છે.

રાજયમાં છેલ્લા એક માસથી સતત વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજા જાણે વિરામ લેવાના મુડમાં ન હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારે 33 જિલ્લાના ર01 તાલુકામાં વરસાદ પડયો હતો. સૌથી વરસાદ સુરતના કામરેજમાં 91 મીમી વરસી ગયો હતો. કપરાડામાં 8પ મીમી, આણંદમાં 80 મીમી, નડિયાદમાં 75 મીમી, ઉમર પાડામાં 73 મીમી, કોડીનારમાં 65 મીમી, વાપીમાં 64 મીમી, ઓલપાડમાં 64 મીમી, વંથલીમાં 63 મીમી, કેશોદમાં 59 મીમી, માળીયા હાટીના માં 59 મીમી, માણાવદરમાં 57 મીમી, પારડીમાં પર મીમી, માંગરોળમાં પર મીમી, મેંદરડામાં પ0 મીમી, દેસરમાં 49 મીમી, તાલાલામાં 47 મીમી, વસોમાં 47 મીમી, સુત્રાપાડામાં 43 મીમી, રાજુલામાં 41 મીમી, જુનાગઢમાં 41 મીમી, વેરાવળમાં 39 મીમી, જોડીયામાં 38 મીમી, ઉમરેઠમાં 38 મીમી, ઉનામાં 36 મીમી, વરસાદ પડયો હતો. આજે સવારે સુરતના ગણદેવીમાં 3ર મીમી, કોડીનારમાં 26 મીમી,  વાસંદામાં 19 મીમી, ઉનામાં 19 મીમી સહિત રાજયના 41 તાલુકામાં વરસાદ પડયો હતો.

રાજયમાં સીઝનનો સરેરાશ 71.67 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રીજીયનમાં 132.37 ટકા, ઉતર ગુજરાતમાં 61.02 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 55.30 ટકા, સૌરાષ્ટ્રમાં 105.05 ટકા અને દક્ષીણ ગુજરાતમાં 57.60 ટકા વરસાદ વરસી ગયો છે.

ભાદર ડેમના 7 દરવાજા હજી ખુલ્લા અનેક જળાશયો સતત ઓવર ફલો

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જોર થોડું ઘટયું છે. છતાં છલકાતા નદી નાળાના કારણે જળાશયો સતત ઓવર ફલો થઇ રહ્યા છે. ભાદર ડેમ રવિવારે છલકાતા ડેમના તમામ ર9 દરવાજા ખોલી નાખવાની ફરજ પડી હતી. આજે સવારે પણ ભાદર ડેમના 7 દરવાજા 3 ફુટ સુધી ખુલ્લા છે આ ઉપરાંત રાજકોટજિલ્લાના મોજ, વેણુ, આજી-ર, આજી-3, સુરવો, ન્યારી-1, ન્યારી-ર ડેમ, છાપરવાડી-ર, કરમાળ, ભાદર-ર અને કર્ણુકી ડેમના દરવાજા ખોલી પાણી નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે.

જયારે ફોફળ, આજી-1, સોડવદર, ગોંડલી, વાછપરી, વેરી, ફાડ દંગ, બેટી, લાલપરી, છાપરવાડી, ઇશ્ર્વરીયા ડેમ ઓવરફલો થઇ રહ્યો છે. મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.72 ફુટ, મચ્છુ-રમાં 0.49 ફુટ, ડેમી-1 માં 0.26 ફુટ, ડેમી-ર માં 0.66 ફુટ, બંગાવડીમાં 0.33 ફુટ, બ્રાહ્મણીમાં 0.33 ફુટ અને ડેમી-3 માં 0.33 ફુટ પાણીની આવક થઇ છે.  દેવભૂમિ દ્વારકા જીલ્લાના શેઢા ભાડથરીમાં 0.66 ફુટ, લીંબડી ભોગાવો-1 માં 0.10 ફુટ, ફલકુમાં 0.66 ફુટ અને ધારી ડેમમાં 2.13 ફુટ પાણીની આવક થવા પામી છે.

હાશ!!હવે રાજ્યમાં અનરાધારથી મળશે રાહત: આજથી વરસાદનું જોર ઘટશે

ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ગુજરાતમાં આજથી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે, કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો 83% વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝન કરતા 20% વધુ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટી જશે. જોકે દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓને જોતા ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગામી ચાર દિવસની આગાહી દર્શાવે છે કે ગુજરાતમાં વરસાદથી રાહત મળી શકે છે. ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ ખરાબ સ્થિતી છે. ત્યાં ગિરનાર પર્વત પરથી પાણી નીચે આવતાં શહેર પાણીમાં ડૂબી ગયું હતું. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગઈકાલે સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના આંકડા બહાર પાડ્યા છે. જે અનુસાર રાજ્યમાં 201 તાલુકામાં વરસાદ પડ્યો છે.

કયા ઝોનમાં કેટલો વરસાદ

કચ્છ132.37 ટકા
ઉતર ગુજરાત61.02 ટકા
પૂર્વ મઘ્ય ગુજરાત55.30 ટકા
સૌરાષ્ટ્ર105.05 ટકા
દક્ષિણ ગુજરાત57.60 ટકા

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.