“દુનિયાની અડધી વસ્તી ટેન્શનમાં જીવે છે” વિશ્વભરમાં હાઇપર ટેન્શનનાં એક અબજથી વધુ દર્દીઓ: આજે હાઇબ્લડપ્રેશર દિવસની ઉજવણી

  • આ વર્ષની થીમ: ‘તમારા બ્લડ પ્રેશરને ચેક કરો, નિયંત્રણ કરો અને લાંબા સમય સુધી નિરોગી જીવો’
  • જયારે બ્લડ પ્રેશર 140/190ના સ્તરે વધે છે, અને 180/120થી ઉપર જાય ત્યારે હાઇપર ટેન્શન કહેવાય છે
  • 2005થી સમગ્ર વિશ્ર્વમાં આ દિવસની ઉજવણી  કરાય છે: વૃઘ્ધોમાં વધુ જોવા મળતી આ સમસ્યા આજે યુવા વસ્તીમાં પણ સામાન્ય બની ગઇ છે

વિશ્વની વર્લ્ડ હાયપર ટેન્શન લીગ દ્વારા આજના દિવસે ર00પ થી વિશ્ર્વ હાયપર ટેન્શન દિવસ ઉજવાય છે. આ લીગ સાથે 90 થી વધુ દેશોની રાષ્ટ્રીય સોસાયટી જોડાયેલી છે. આ દિવસની ઉજવણીનો હેતુ માત્ર હાયપર ટેન્શન વિશે નહી પણ તેના પરિબળો અને નિવારણ પઘ્ધતિઓની જાગૃતિ લાવવાનો હેતુ છે. આજે વિશ્ર્વમાં એક અબજથી વધુ લોકો આ યાતના ભોગવી રહ્યા છે.આ થવા પાછળના કારણોમાં ઉચ્ચતણાવસ્તર, સ્થૂળતા અને બુઠાડું જીવન શૈલી સાથે યુવા ધનમાં હાયર ટેન્શન થવાને જવાબદાર છે.

જો આ સમસ્યા લાંબો સમય રહેતો ક્રોનિક કિડની ડિસીઝ, સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર જેવી વિવિધ તબીબી મુશ્કેલીનું જોખમ વધારે છે. તમારા બ્લડ પ્રેશરને ચોકકસ રીતે માયો તેને નિયંત્રિક કરો, લાંબા સમય સુધી જીવો આ વર્ષની ઉજવણી થીમ છે. આજનો દિવસ હાઇ બ્લડ પ્રેશરના પ્રારંભિક નિદાન અને જાગરૂકતા વધારવાનો સક્રિય વૈશ્ર્વિક પ્રયાસ છે. જેમાં લોકો વધુને વધુ જોડાઇને અન્યને જાગૃત કરે તે જરુરી છે.

દર ચારમાંથી એક વ્યકિતને હાયપર ટેન્શનની સમસ્યા હોય છે પણ તેના લક્ષણો વિશે ખ્યાતિ ન હોવાથી તે સર્તક રહેતો નથી. આ એક ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ છે, જે હાર્ટ એટેક, સ્ટ્રોક, કિડની ફેલ અને આંધળાપણાના જોખમને વધારે છે. આજે વિશ્ર્વમાં થતાં મોતના મુખ્ય કારણોમાં આ સમસ્યા એક છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ 1.13 બિલિયન લોકોને હાઇપર ટેન્શન છે. આના મુખ્ય કારણોમાંખાવા પીવાની ટેવો, વ્યાયામન કરવો, દારુ અને તમાકુના સેવનને માનવામાં આવે છે.

આ સમસ્યાને કારણે ઘણા પ્રકારની મેડિકલી મુશ્કેલી ઉભી થાય છે અને તેના કારણે વ્યકિતના મૃત્યુ પણ થાય છે. આજના યુગમાં તંદુરસ્તી સૌથી આવશ્યક વસ્તુ ગણાય છે. જેના માટે વ્યકિત પોતાએ જાગૃત રહીને સ્વસ્થ જીવન શૈલી જીવીને અન્યોને પ્રેરણા આપવી જરુરી છે.

દર ચાર માંથી એક પુરૂષ અને પાંચ માંથી એક મહિલાને આ સમસ્યા !!

પહેલું સુખને જાતે નર્યા, આ સૂત્ર અનુસાર જીવતો માણસ મુશ્કેલી ઓછી ભોગવે છે. આજના યુગમાં બધાએ તંદુરસ્તી બાબતે જાગૃત રહેવાની જરુર છે. વિશ્ર્વમાં આજે અક અબજ થીવધુ લોકો હાઇપર ટેન્શનની યાતના ભોગવે છે. ત્યારે વેશ્ર્વિક સ્તરના આંકડાઓમાં દર ચારમાંથી એક પુરૂષ અને પાંચ માઁથી એક મહિલાને આ સમસ્યા જોવા મળે છે. મૃત્યુના મુખ્ય કારણોમાં આ સમસ્યા પણ ટોચના સ્થાને એક જોવા મળે છે.