Abtak Media Google News

છ વર્ષ પૂર્વ રણમલપુર ગામે વીજ ટીમ ને મારમાર્યો ‘તો

હળવદના રણમલપુર ગામે  વીજ કર્મચારી પર હુમલો કરવાના આરોપમાં ચાર વ્યક્તિનો નિર્દોષ  છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

હળવદ તાલુકાના રણમલપુર ગામે વર્ષ 2016 માં તા 01/01 ના રોજ વીજ કર્મચારી લલિતભાઈ પૂંજાભાઈ પોતાની ટીમ સાથે વીજ ચેકીંગ માટે ગયેલ હોય ત્યારે રણમલપુર ગામના રહેવાસી રમેશભાઈ કેશવજીભાઈ પટેલ ,વાસુદેવભાઈ રામજીભાઇ થડોદા ,જગાભાઈ પ્રભુભાઈ થડોદા અને ચન્દ્રકાન્ત ભાઈ ઈશ્વરભાઈ વામજા એ તેમના પર હુમલો કરી પથ્થરમારો કરી વાહનોમાં નુકશાન કર્યું હોવાની ફરિયાદ તા.2/01/2016 માં રોજ હળવદ પોલીસ મથકમાં નોંધાવી હતી જે બાદમાં હળવદ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.જે બાબતનો કેસ આજે હળવદના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ ડો.લક્ષ્મીબેન નંદવાણા સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા શંકાનો લાભ આપીને ઉપરોક્ત તમામ ચાર આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓ તરફે ધારાશાસ્ત્રી વિશાલભાઈ ઘનશ્યામભાઈ રાવલ રોકાયેલ હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.