Abtak Media Google News

જલ્પેશ વાઘેલા હાલમાં પ્રદેશ ભાજપ સફાઇ કામદાર મોરચાના કારોબારી સભ્ય છે

ઉપલેટા વાલ્મિકી સમાજના તરવરીયા યુવાન જલ્પેશ વાઘેલાની અખીલ ભારતીય પરિસંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂંક થતા ઉપલેટાનું ગૌરવ વધારેલ છે.

તાજેતરમાં મળેલી અખીલ ભારતીય પરિસંઘ (મહાદલીત પરિષદ)ની બેઠકમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી શહેરના નવલોહિયા યુવાન અને પ્રદેશ સફાઇ કામદાર સેલ ભારતીય જનતા પાર્ટીના કારોબારીના સભ્ય જલ્પેશ વાઘેલાની નિમણૂંક અખિલ ભારતીય પરિસંઘના અધ્યક્ષ ઉમેશભાઇની કરવામાં આવી હતી.

આ નિમણૂંકને અખીલ ભારતીય પરિસંઘના મહમંત્રી ચંદન વાલ્મીકી, ઉપાધ્યક્ષ સુરેશભાઇ, આર.વી.સી. ગૃપ રાજકોટના પ્રમુખ મુકેશભાઇ પરમાર, રાજકોટ સફાઇ કામદાર સેલના ઉપાધ્યક્ષ અજયભાઇ વાઘેલા, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચો, ભાજપના ઉપાધ્યક્ષ અશોક મંડેજી, જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર સહિતનાઓએ આવકારી શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.