Abtak Media Google News

રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તે કલંક ભૂસવા સરકાર ગંભીર બને

ગુજરાતની દારૂબંધી ભલે આંશિક પણ અસરકારક છે છૂટછાટ વાળા અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં દારૂબંધી ભલે કાગળ ઉપર પણ અશત કારગત નીવડી રહી છે. નશાબંધી  સપ્તાહ જો આપણે કેફી પીણાં અને માદક પદાર્થોના શિકાર બનતા રહીશું તો આપણી આઝાદી ગુલામોની આઝાદી બની રહેશે.

મહાત્મા ગાંધી આપણાં શાસ્ત્રો તેમજ ઉપનિષદોએ હજારો વર્ષ પહેલાં આપણને વ્યસનોથી સદાય દૂર રહેવા સૂચવ્યું છે અને તે મુજબ પૂજ્ય મહાત્મા ગાંધીની આપણી આ ભૂમિ પર તેમણે જ ચીંધેલા માર્ગે ચાલીને સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાત રાજ્ય સંપૂર્ણ દારૂબંધી નીતિને તથા નશીલા પદાર્થો પર પ્રતિબંધની નીતિને વરેલું છે જેના પરિણામે ગુજરાતમાં ગુનાખોરીનો આંક સતત નીચો ઊતરતો રહ્યો છે અને સામાજિક સુરક્ષા જળવાઈ રહી છે.

રાજયનું નશાબંધી ખાતું પૂ.બાપુની જન્મજયંતીના સુઅવસરે  એટલે કે તા.2 જી ઓક્ટોબર થી તા .8 મી ઓક્ટોબર દરમ્યાન  નશાબંધી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે દારૂબંધીની ઢીલી નીતિનાં અનેક દુષ્પરિણામોનું સાક્ષી આ રાજય બન્યું છે દારૂ અને કેફી પદાર્થોની બદીની વિપરીત અને સીધી અસર અનેક કુટુંબના સામાજિક તેમજ આર્થિક વિકાસ ઉપર પડે છે આ કુટુંબના બાળકોનો વિકાસ રૂંધાય છે અને આવા પરિવારોની બહેનોની હાલત કફોડી બને છે.

જે સ્વસ્થ સમાજના નિર્માણ માટે અવરોધરૂપ છે  આ સંજોગોમાં દારૂ અને નશીલા પદાર્થોની બદીને રાજયમાંથી નામશેષ કરવાની ઝુંબેશમાં પ્રજા નો સહયોગ મેળવવા વિશેષ પગલાં ભરવાની જરૂર છે. દારૂબંધી હોવાથી ગુજરાતમાં સર્વત્ર મળી જતા દારૂ માટે વ્યવસ્થા તંત્રની ભ્રષ્ટવૃત્તિ હપ્તા બાજી કારણ ભૂત રહ્યું છે. ચૂંટણી સમયે સર્વેલન્સના નામે લોકો ના સરસમાન ફફોળી કરોડોનું દારૂ પકડી પાડે છે ત્યારે એજ તંત્ર ચૂંટણી પછી કેમ તેવર બદલાય જાય છે ?

જોરશોરથી ઉજવતા નશાબંધી સપ્તાહમાં અલગ અલગ ડ્રાઇવ યોજાશે શિબિરો પ્રવચનો રેલીઓ જન જાગૃતિઓની સારી સારી વાતો થશે પછી હતું તેમ નું તેમ ગુજરાતની સુખ, શાંતિ, સમૃદ્ધિ દારૂબંધીને આભારી છે અન્ય રાજ્યોની છૂટ સામે દારૂ બંધી વાળા ગુજરાતમાં દારૂબંધીના કારણે ઘણું ઘણું સારું માનવ જીવન મહાત્મા ગાંધીના દારૂબંધીને આભારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.