Abtak Media Google News

કટીંગ વેળાએ પોલીસે દરોડો  પાડી શરાબ અને છ વાહનો મળી રૂ. 30,66 લાખનો મુદામાલ કબ્જે: બુટલેગર સહિત પાંચની શોધખોળ

ગીર સોમનાથ જિલ્લાના ઉના-અંજાર માર્ગ પર આવેલા ફાર્મ હાઉસમાં વિદેશી દારૂના કટીંગ વેળાએ સ્થાનિક પોલીસે દરોડો પાડી  8196 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી દારૂ અને વાહનો મળી રૂ. 30.66 લાખનો મુદામાલ કબ્જે  કર્યો છે. બુટલેગર સહિત પાંચ શખ્સોની  શોધખોળ હાથ ધરી છે.

જીલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ઊના સર્વેલન્સ ના પી. એસ. આઇ.સી.બી. જાડેજા. એ.એસ. આઇ. ધર્મેન્દ્ર માનસીહ પરમાર, પ્રદીપસિંહ એચ. રાયજાદા, અભેસિંહ બી. ચોહાણ, નલિન ભાઈ બી. સોલંકી, વિજય ભાઈ હાજા ભાઈ રામ વિગેરે પેટ્રોલિંગ મા હતા ત્યારે બાતમી મળેલ કે ઊના થી અંજાર જતા રોડ ઉપર   ફાર્મ હાઉસ મા વિદેશી દારૂ નો મોટો જથ્થો કટિંગ થઈ રહીયો છે તેથી તુરંત

લાલ બાગ નર્સરી સામે કાચા રોડ પર  કેશુભાઈ રાજા ભાઈ મોરી ની વાડી પાસે અંધારા માં ઘણા લોકો હતા અને પોલીસ ને જોઈ જતા નાસવા લાગેલ અને પોલીસે એક આરોપી દીપક ઉકાભાઇ જાદવ રે. ઉમેજ તા. ઊના વાળા ને પકડી લીધો હતો અને સ્થળ ઉપર વિદેશી દારૂની અને બીયર ની પેટી નગ336 બોટલ નગ 8196પાસ પરમીટ વગર ની મળી આવી હતી જેની કિંમત રૂપિયા 15,41, 660અને દારૂ લાવવામાં વપરાયેલ બોલેરો પિકપ વાન ૠઉં 14-ડ્ઢ-6393 રૂપિયા 5 લાખ અને મોટર કાર નંબર ૠઉં 04, અઙ 7017રૂપિયા 7લાખ અને પાંચ મોટર સાયકલ અને મોબાઈલ ફોન મળી કુલ 30લાખ 66હજાર 660નો કબ્જે કરી ઊના પોલીસ સ્ટેશને લાવી પૂછ પરછ કરતા પકડાયેલા આરોપી દીપક ઉકાભાઇ જાદવ એ જણાવેલ કે તેમના સગા ભાઈ ભગા ઉકા જાદવે દમણ થી દારૂ નો જથ્થો મંગાવી દારૂ નો બુટલેગર રસિક જીણા ભાઈ બાંભણિયા રે. ખાણ તા. ઊના એ મંગાવેલ હતો તેમજ તેની સાથે તેમનો માણસ નિમિત્ત ઉર્ફે એન.ટી. તુલશિભાઈ, રાકેશ કેશું ગોહિલ રે. પડાં તા.ઊના, અને બે અજાણ્યા સક્ષો  અંધારા નો લાભ લઈ નાસી છૂટેલા હતા પોલીસે કુલ 6લોકો સામે ગુનો નોધી. આરોપી ઓ ને પકડવા ઊના ના પોલીસ ઇન્સ્પેકટર એન કે. ગૌસ્વામી તપાસ કરી રહ્યા છે અને આટલો મોટો જથ્થો વિદેશી દારૂ નો કોને કોને વેચાણ કરવાનો હતો તેની તપાસ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.