હાર્ડ રીકવરીનો દૌર જારી વધુ ૪૨ મિલકતો સીલ

proparty tax | rajkot
proparty tax | rajkot

ટેકસનો ટાર્ગેટ માત્ર ૨ કરોડ દુર: ધડાધડ મિલકતો સીલ કરાતા વેરો ભરવા રીઢા બાકીદારો પણ કતારમાં

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા શ‚ કરવામાં આવેલો હાર્ડ રીકવરીનો દૌર આજે પણ જારી રાખવામાં આવ્યો હતો. આજે શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં ૪૨ મિલકતો સીલ કરીદેવામાં આવી હતી. ટેકસ બ્રાન્ચને આપવામાં આવેલ .૨૩૦ કરોડનો ટાર્ગેટ હવે માત્ર ૨ કરોડ ‚પિયા જ છેટો રહ્યો છે. ધડાધડ મિલકતો સીલ કરવામાં આવતા વેરો ભરવા રીઢા બાકીદારો કતારમાં લાગી ગયા છે.

આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ગોંડલ રોડ પર સીવાલીક-૫માં ૩ મિલકતો, રજપૂતપરામાં આકાર કોમ્પલેક્ષમાં ૧ મિલકત, તાલુકા શાળા રોડ પર અરિહંત કોમ્પલેક્ષમાં ૧ મિલકત, જનતા સોસાયટીમાં ૧ મિલકત, હરીહર ચોકમાં સ્ટાર ચેમ્બરમાં ૩ અને ગોંડલ રોડ પર જીમ્મી ટાવરમાં ૮ સહિત કુલ ૧૮ મિલકતો સીલ કરવામાં આવી હતી. જયારે ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખાની બે ટીમો દ્વારા બપોર સુધીમાં દેવપરા, જીઆઈડીસી સંતકબીર રોડ સહિતના વિસ્તારોમાં ૧૧ મિલકતો સીલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ઈસ્ટ ઝોન કચેરીની ટેકસ બ્રાન્ચ દ્વારા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર અલગ અલગ વિસ્તારોમાં મિલકત સીલીંગની કામગીરી હા ધરવામાં આવી હતી. જેમાં બપોર સુધીમાં કુલ ૧૩ મિલકતો સીલ કરાઈ હતી. ગઈકાલે હાર્ડ રીકવરી માટે હા ધરવામાં આવેલા ખાસ ડ્રાઈવમાં ૩૦૦ી વધુ મિલકતો સીલ કરવામાં આવી હતી. ધડાધડ મિલકતો સીલ કરવામાં આવતા બાકીદારો વેરો ભરવા માટે કોર્પોરેશન કચેરીએ ઉમટી પડયા છે.