Abtak Media Google News
31 માર્ચ ની ડેડલાઈન પૂર્વે હજુ પણ એક એડવાન્સ ટેક્સ નો હપ્તો બાકી : 100 ટકા ટાર્ગેટ હાંસલ કર્યો, 699 કરોડના રિફંડ અપાયા

અબતક, રાજકોટ

દરેક શહેરો ને ધ્યાને લઇ બોર્ડ દ્વારા દર વર્ષનો ટાર્ગેટ આવકવેરા વિભાગને આપવામાં આવતો હોય છે ત્યારે વર્ષ ૨૦૨૧-૨૨ માટે રાજકોટ આવકવેરા વિભાગનો ટાર્ગેટ 1714 કરોડનો છે. જેની ડેડલાઇન 31 માર્ચ રાખવામાં આવેલી છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે હજુ ડેડલાઇન પૂર્ણ થવાને બે માસ જેટલો સમય બાકી છે તેમ છતાં રાજકોટ આવકવેરા વિભાગને આપવામાં આવેલો ટાર્ગેટ 100 ટકા હાંસલ કરી લેવામાં આવ્યો છે. નહીં હજુ પણ એક એડવાન્સ ટેક્સ માટે નો હપ્તો બાકી છે જેની આવક જે થશે તે વધારાની રહેશે. મહત્વની વાત તો એ છે કે રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા જે ટાર્ગેટ હાંસલ કરવામાં આવ્યો છે તેમાંથી ૬૯૯ કરોડ રૂપિયા કરદાતાઓને રિફંડ પેટે આપવામાં આવેલા છે.

આપવામાં આવેલા ટાર્ગેટ પેટે રાજકોટ આવકવેરા વિભાગનો નેટ કલેક્શન 1982 કરોડ નોંધાયેલું છે જ્યારે ગ્રોસ કલેક્શન 2681 કરોડ નોંધાયો છે. રાજકોટ આવકવેરા વિભાગ ને આપવામાં આવેલો ટાર્ગેટ દર વર્ષની સરખામણી કરતા વધુ છે અને જે સો ટકા રિકવરી થઈ છે તેના અનેક કારણો સામે આવ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓનું માનવું છે કે જે રીતે કરદાતાઓને મોકળાશ આપવામાં આવશે અથવા તો તેઓને તેમની નૈતિક જવાબદારી સમજાવવામાં આવશે તો તેઓ નિયમિત સમય મર્યાદામાં તેમનો કર ભરશે અને દેશની સેવામાં પોતાનો ફાળો ભજવસે.

કોવિડ બાદ જે સ્થિતિ જોવા મળી હતી તેનાથી એ વાતનો અંદાજો લગાવવામાં આવતો હતો કે જે ચાર ગેટ આપવામાં આવ્યો છે તે પૂરો નહીં કરી શકાય પરંતુ જે રીતે વ્યાપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળી છે એટલું જ નહીં સારા એવા વિકાસના કારણે અને કરદાતાઓની જાગૃતતાના પગલે નિર્ધારિત સમય પહેલાં જ રાજકોટ આવકવેરા વિભાગે તેનો અપાયેલો ટાર્ગેટ હાંસલ કરી લીધો છે. એ વાત ઉપર પણ હાલ ચર્ચા ચાલી રહી છે કે અન્ય શહેરોની સરખામણીમાં રાજકોટ આવકવેરા વિભાગની કામગીરી ખુબ જ સરાહનીય સાબિત થઈ છે. આવકવેરા વિભાગનું નામ પડતાની સાથે જ કરદાતાઓમાં ઘણા પ્રશ્નો ઉદભવી થતા હોય છે પરંતુ જો યોગ્ય રીતે કરદાતાઓને સાંભળવામાં આવે તો તેમનામાં ઇન્કમ ટેક્સનો જે ડર રહેતો હોય તે પણ દૂર થાય.

સ્થિતિને યોગ્ય રીતે ધ્યાને લઇ આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા અનુસરવામાં આવી રહ્યું છે અને જે રીતે લોકોને અથવા તો કરદાતાઓને તકલીફ પડી રહી છે તેનો યોગ્ય નિકાલ લાવવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવતાં હોય છે. આવકવેરા વિભાગના અધિકારીઓનું માનવું છે કે જો યોગ્ય રીતે કરદાતાઓને સાચવવામાં આવે અથવા તો તેમના માં જાગૃતતા કેળવવા માં આવે તો ઘણા પ્રશ્નોનો ત્વરિત નિવારણ આવી શકે છે કારણ કે દરેક કરદાતા પોતાની નૈતિક જવાબદારી બજાવવામાં સહેજ પણ પીછેહઠ કરતો નથી પરંતુ જરૂર છે તેઓને સમજવાની અને તેઓને જાગૃત કરવાની કરવામાં આવકવેરા વિભાગ સફળતા હાંસલ કરે તો તેમનું કામ ઘણું ઓછું થઈ જશે અને જે ચાર ગેટ આપવામાં આવતો હોય છે તેને પણ સરળતાથી હાંસલ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.