Abtak Media Google News

પોતાની જાતને ‘વન મેન પાર્ટી’ માનતા હાર્દિકે રાજકોટ કલેકટરને પાક વિમા પ્રશ્ર્ને આપેલા કોંગ્રેસના લોગો સીવાયનું પોતાનું વ્યક્તિગત પેમ્પલેટ સાથે આવેદન તેમજ ગઈકાલે યોજેલી પત્રકાર પરિષદમાં શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનોને સાથે રાખવાના બદલે વ્યક્તિગત કાર્યક્રમ યોજી પોતાની જાતને સવાયા કોંગ્રેસ હોવાનો પ્રયાસ કર્યો

પોતાની રાજકીય મહત્વાકાંક્ષા પુરી કરવા પાટીદાર અનામત આંદોલન છોડીને રાજ્યભરમાં હિંસક તોફાન કરાવવાના જેમના પર આક્ષેપો ઈ રહ્યાં છે તેવા હાર્દિક પટેલ હંમેશા વિવાદોી ઘેરાયેલો રહ્યો છે. પોતાની જાતને મોટા નેતા સમજતા હાર્દિક પટેલના આવી રાજકીય બાલિસતાના કારણે પાટીદારોને અનામત તો ન મળ્યું પરંતુ ગુજરાતમાંથી પાટીદાર મુખ્યમંત્રીએ શાસન ગુમાવ્યું હતું. આવા હાર્દિકે પોતાનો ર્સ્વા માટે હંમેશા બીજાનો ગેરઉપયોગ કર્યો હોવાની ફરિયાદો રાજ્યભરમાંથી ઉઠતી રહે છે. ત્યારે, આજે હાર્દિકે પોતાની જાતને પાટીદાર બાદ હવે ખેડૂતોના હામી તરીકે ઉપસાવવા રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજયો હતો. રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના નામે યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસનો ખેસ પહેર્યા વગર કે પોતાની પત્રિકામાં કોંગ્રેસનો નામોલ્લેખ કર્યા વગર પોતાની જાત પ્રસિધ્ધી કરીને રાજકોટ જિલ્લા કોંગ્રેસને મામુ બનાવી હતી.

પાટીદાર અનામત આંદોલન ચલાવીને પાટીદાર યુવાનોને અનામત અપાવવાની વાતો કરીને હાર્દિક પટેલ ટૂંકાગાળામાં રાજ્યભરમાં પાટીદાર યુવા નેતા તરીકે ઉપસી આવ્યો હતો. બાદમાં પોતાની રાજકીય મહત્વકાંક્ષા પુરી ઈ જતાં આંદોલનને કોરાણે મુકીને કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો. ગત વિધાનસભાની ચૂંટણી વખતે તેને કોંગ્રેસની ટીકીટ પર લડત્તાના અભરખા જાગ્યા હતા. પરંતુ તેને ગુજરાત હાઈકોર્ટમાંથી સજા પામેલા કેસમાં રાહત ન મળતા હાર્દિકના ચૂંટણી લડવાના અભરખા અધુરા રહી જવા પામ્યા હતા. પાટીદાર સમાજની વિવિધ સંસઓ પણ તેની રાજકીય ર્સ્વાવૃત્તિ જાણી ગયું હોય તેમ તેનાી અંતર રાખવા લાગી છે. આવી સ્થિતીમાં પણ હાર્દિક પોતાની જાતને ‘વન મેન આર્મી’ માનીને પોતાના પાસના ગણ્યા ગાંઠ્યા સાીદારો સો રાજ્યભરમાં કાર્યક્રમો યોજતો રહે છે.

પાટીદાર સમાજમાં અસ્વીકૃત બન્યા બાદ હાર્દિકને હવે ખેડૂત આગેવાન બનવાના અભરખા જાગ્યા છે. જેથી પાટીદાર અનામત આંદોલનને કોરણે મુકીને હવે ખેડૂતોના પ્રશ્ર્નો પર આવેદન આપવાના રાજકીય સ્ટંટ શરૂ કર્યા છે. રાજ્યભરમાં ખેડૂતો લાંબા સમયી પાક વીમા સહિતના મુદ્દે સ્વયંભુ આંદોલન ચલાવી રહ્યાં છે. ત્યારે અત્યાર સુધી ચૂપ બેઠેલા હાર્દિકે પોતાના ર્સ્વાને પોસવા હવે ખેડૂત આંદોલનમાં ઝુકાવ્યું છે. ગઈકાલે રાજકોટમાં આવેલા હાર્દિકે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિને હાો બનાવીને આજે પાક વિમા સહિતના ખેડૂતોના પ્રશ્નોને લઈ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને આવેદન આપવાનો કાર્યક્રમ યોજયો હતો. જેમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો સાથે પોતાના પાસના ગણ્યા-ગાઠ્યા કાર્યકરોને ભેળવીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્ર પાઠવતી વખતે પોતે કોંગ્રેસમાં હોવા છતાં કોંગ્રેસની ત્રિરંગી ખેસ પહેરવાનું ટાળ્યું હતું. જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષભાઈ વોરા સહિતના આગેવાનોએ કોંગ્રેસની ત્રિરંગી ખેસ પહેરી હતી.

એફકેઝેડ

આ આવેદનના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા કોંગ્રેસી આગેવાનો, કાર્યકરોને હાર્દિક પટેલના અંગત કાર્યકરોએ ‘ગુજરાતની જનતાને હાર્દિક પટેલનો સંદેશ’ નામે પેમ્પલેટનું વિતરણ પણ કર્યું હતું. આ પેમ્પલેટમાં એકપણ જગ્યાએ હાર્દિક પટેલે કોંગ્રેસનું નામ કે કોંગ્રેસના નિશાન પંજાનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. આ પેમ્પલેટમાં રાજ્યની ભાજપ સરકાર પર વિવિધ મુદ્દે ગેરરીતિ અને ગેરવહીવટના આક્ષેપો કરવામાં આવ્યા છે. પરંતુ કોંગ્રેસના શાસન દરમિયાન થયેલા કાર્યોને એકપણ સને હાઈલાઈટ કરવામાં આવ્યા નથી. જેથી રાજકીય પંડીતોમાં એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે, હાર્દિક પોતાની જાતને કોંગ્રેસ પક્ષી મોટો માને છે અને પોતાને કોંગ્રેસ પક્ષની જરૂર નહીં પરંતુ કોંગ્રેસને તેની જરૂર હોય તેવું પ્રતિપાદિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ આવેદનપત્રના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેવા અંગે શહેર અને જિલ્લા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોને આમંત્રણ આપવાનું તો ઠીક પરંતુ જાણ સુધા કરવામાં આવી ન હતી.

જેથી રાજકોટ શહેરમાં કોંગ્રેસના નેજા હેઠળ કાર્યક્રમ હોવા છતાં શહેર કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત ન હતા. જ્યારે જિલ્લા કોંગ્રેસના પણ એક ચોક્કસ જુના ગણ્યા ગાંઠયા આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરનો સંપર્ક કરતા તેમનો સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેમને તા શહેર કોંગ્રેસ સમિતિને હાર્દિક પટેલના આ કાર્યક્રમ અંગેનું આમંત્રણ કે જાણ ન હોય તેઓ કે તેમની ટીમના આગેવાનો, કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરાનો સંપર્ક કરવા તેમને આ આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ સમિતિનો હોવાનું જણાવ્યું હતું પરંતુ શહેર કોંગ્રેસ સમિતિને કાર્યક્રમ અંગે જાણ કરાય હતી કે નહીં તે વિશે અજ્ઞાનતા સેવી હતી.

હાર્દિક પટેલે આવેદનપત્ર પાઠવતી વખતે વેંચેલા પેમ્પલેટમાં કોંગ્રેસનું નામ કે નિશાન નહીં હોવાના મુદ્દે પણ હિતેશભાઈ વોરાએ પોતાનાં ધ્યાનમાં નહીં આવ્યાનું જણાવ્યું હતું. ગઈકાલે હાર્દિક પટેલે યોજેલી પત્રકાર પરિષદમાં પણ શહેર કે જિલ્લા કોંગ્રેસના કોઈ આગેવાન કે કાર્યકરો ન હોવાના મુદ્દે હિતેષભાઈએ જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે બહારગામ ગયા હોય પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે બીજા સનિક કોંગ્રેસી આગેવાનોની પત્રકાર પરિષદમાં અણઉપસ્થિતી અંગે પોતે અજ્ઞાનતા સેવી હતી. આમ આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાર્દિક પટેલે પોતાની જાતને જિલ્લા કોંગ્રેસના નામે મીડિયા સમક્ષ ઉપસાવીને પોતે કોંગ્રેસ પક્ષ કરતા પણ મહાન હોવાનું પ્રતિસાદ કરાવીને જિલ્લા કોંગ્રેસને મામુ બનાવી હોવાનું રાજકીય પંડિતોમાં ચર્ચાઈ રહ્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.