Abtak Media Google News

દેશભરમાં સરકારી દવાખાના કે સરકારી તંત્રમાં આવી અદ્યતન હેલ્થ એટીએમની સુવિધા કોઈ જગ્યાએ નથી. જેમાં ભાવનગર જીલ્લા પંચાયત પ્રથમ પ્રયાસ કરી આગામી દિવસોમાં હેલ્થ એટીએમની સુવિધા ઊભી કરવા જઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 2 હેલ્થ એટીએમ બાદ 6 એટીએમની સુવિધા ઉપલબ્ધ કરશે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી તો ઠીક પરંતુ ખાનગી હોસ્પિટલ કે સંસ્થાઓમાં પણ આવા હેલ્થ એટીએમની સુવિધા ઉપલબ્ધ નથી જે ભાવનગરમાં પ્રથમ હેલ્થ એટીએમની સુવિધા શરૂ થશે. જેમાં જુદા જુદા 40 જેટલા રિપોર્ટ કરી શકાશે. દર્દીના રિપોર્ટ પણ ત્યાં ને ત્યાં જ પ્રિન્ટ ઉપરાંત મોબાઈલમાં મેસેજ કે મેઇલ દ્વારા પણ મેળવી શકાશે.

હેલ્થ એટીએમમાં કેવા થશે ટેસ્ટ?
હેલ્થ એટીએમમાં દર્દીના બેઝિક ટેસ્ટ ઉપરાંત ઉંચાઇ, વજન, બીપી, પલ્સ, ટેમ્પરેચર, બ્લડ, હિમોગ્લોબીન, HIV, મેલેરિયા ડેન્ગ્યુ જેવા જુદા જુદા રોગો, ઇ.સી.જી, યુરીન, આંખના, ચામડીના જુદા જુદા 40 જેટલા હેલ્થ ટેસ્ટ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.