Abtak Media Google News

કામદાર કોલેજના ચેરમેન  રાજેન્દ્રભાઈ કામદાર અનિલભાઈ કામદાર તથા ચંદ્રેશ્માઈ કામદાર અને મહેશભાઇ કામદારના પિતા ની પાંચમી પુણ્યતિથિ નિમિતે કામદાર કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પ જેનું આયોજન કરેલ જે ખાસ કરીને થેલેસિમિયાના દર્દીઓ માટે હતું . આ કેમ્પ દરમ્યાન 50 બોટલ બ્લડ ડોનેટ થયું તથા ઇશ્વરીયા ગામે હેલ્થ ચેક – અપ કેમ્પનું પણ આયોજન કરેલ જેમાં 35 જેટલા

Advertisement

દર્દીઓએ લાભ લીધો , જેમાં મુખ્ય મહેમાન  રાજેન્દ્રભાઈ કામદાર ,  અનિલભાઈ કામદાર ,  ચંદ્રેશ્માઈ કામદાર ,   મહેશભાઈ કામદાર , કોલેજના ટ્રસ્ટી  પરેશભાઈ કામદાર અને ડો.ધરમભાઈ કામલીયા , ડો.પ્રિયેશ જૈન તથા ડો . રજનીશ શર્મા ઉપસ્થિત રહ્યા હતા . આ કેમ્પ કામદાર હોમિયોપેથિક કોલેજ , કામદાર નર્સિંગ કોલેજ , કામદાર ફિઝીયોથેરાપી કોલેજ કામદાર બી.એડ. કોલેજના વિધાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો .

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.