Abtak Media Google News

રાજકોટમાં થોડા દિવસ પહેલા એક મોબાઈલની દુકાનમાં ભેદી બ્લાસ્ટ થયો હતો. જેના કારણે પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે બોક્ષ મૂકતી મહિલાના વાયરલ થયેલા વીડિયોના આધારે તેણીની પૂછપરછ કરતા મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં ધંધાની હરીફાઈમાં દેશી બોમ્બ બનાવી દુકાનમાં બ્લાસ્ટ કરાવ્યું હતુ.

https://www.instagram.com/reel/Cq9wVwvx6-t/?utm_source=ig_web_copy_link

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સાત એપ્રિલ અને શુક્રવારની છે જ્યાં ગુજરાત મોબાઇલના સંચાલક ભવારામ ચૌધરીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે ગુરુવારે મધરાતે લાગેલી આગ એ કોઈ અકસ્માત નહિ પરંતુ કાવતરું ઘડવામાં આવ્યું હતું ત્યારે આ મામલે પોલીસ તપાસમાં મોટો ઘટકસ્ફોટ થયો હતો જેમાં જાણવા મળ્યું કે શાળા બનેવીએ ધંધાની હરીફાઈમાં દેશી બોમ્બ બનાવી બ્લાસ્ટ કર્યો હતો. બોમ્બ બનાવવામાં ફટાકડા નો દારૂ ગોળો, મોબાઈલની બેટરી,ઘડિયાળ, વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ડીસીબીએ બોમ્બ મુકવા જનાર મહિલા સહિત ત્રણની અટકાયત કરી હતી.

ગ્રાહકના સ્વાંગમાં આવી હતી મહિલા

૬ એપ્રિલ ગુરુવારના રોજ એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને પોતાની સાથે લાવેલી પાર્સલ ભૂલી ગયાનું નાટક કર્યું હતું, રાત્રે દુકાન બંધ કરતી વખતે ભવારામ તે પાર્સલ દુકાનની અંદર રાખી દીધું હતું અને મધરાતે તે પાર્સલમાંથી ધડાકાબાદ આગ ભભૂકી ઊઠી હતી. પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં પાર્સલ મૂકી જનાર મહિલા કેમેરામાં દેખાઇ હતી, તેણે મોઢે દુપટ્ટો વીંટ્યો હોય તેની ઓળખ પોલીસ માટે પડકારરૂપ બની હતી.

ધંધાની હરીફાઈમાં બનાવ્યો ટાઇમ બોમ્બ

લોકોને કોઈ પણ મુશ્કેલી હોય તેનો ઉકેલ તેઓ યુ-ટ્યુબમાંથી મેળવતા થયા છે ત્યારે કોઈ કલ્પના પણ ન કરી શકે કે રાજકોટના આ સામાન્ય ધંધાર્થીઓએ ધંધાની હરીફાઈ માટે યુ-ટ્યુબના માધ્યમથી બોમ્બ બનાવવાનું શીખ્યું હતું. ભવારામ અને કાલારામ બંને રાજસ્થાની છે અને બંને વ્યક્તિ ભાડાની દુકાન ધરાવે છે, બંનેની દુકાનનો માલિક એક જ વ્યક્તિ હોય ધંધાકીય હરીફાઇમાં ગુજરાત મોબાઇલના સંચાલક ભવારામે બસપોર્ટ પાસેની દુકાન કાલારામ પાસેથી ખાલી કરાવી તે દુકાન પોતાને ભાડે આપવા દુકાન માલિક પાસે પ્રયાસ કર્યા હતા. ભવારામ ચૌધરીએ ધંધો છીનવવાનો પ્રયાસ કરતા ભવારામને આર્થિક નુકસાન પહોંચાડવા કાલારામ અને તેના સાળા શ્રવણે કાવતરું રચ્યું હતું અને યુટ્યુબના માધ્યમ દ્વારા ટાઇમ બોમ્બ બનાવતા શીખીને ડોલીને પોતાના કાવતરામાં શામેલ કરી હતી.

 

ધંધો છીનવી લેવા ફટાકડાના દારૂગોળો અને અન્ય સામગ્રી દ્વારા તૈયાર કર્યો ટાઇમ બોમ્બ

સાળા બનાવીએ યુ ટ્યુબમાં શીખીને સૂતળી બોમ્બનો દારૂગોળો કાઢી તેને એક કોથળીમાં નાખ્યો હતો અને અને તેમાં મોબાઇલની બેટરી, ઇલેક્ટ્રિક વાયર અને ઘડિયાળનો ઉપયોગ કરી દેશી બનાવટનો બોમ્બ બનાવ્યો હતો અને તેમાં ટાઇમ સેટ કર્યો હતો અને ત્યારબાદ ડોલીને આ ષડ્યંત્રમાં શામેલ કરી હતી.
બોમ્બ તૈયાર થઇ ગયા બાદ કાલારામે પોતાની દુકાનેથી છૂટકમાં મોબાઇલ એસેસરી લઇ જઇને પોતાની રીતે વેપાર કરતી ડોલીને બોમ્બવાળું પાર્સલ ગુજરાત મોબાઇલમાં મૂકી આવવાની ભૂમિકા તેને સોંપી હતી. ડોલી ગુરુવારે સાંજે પાર્સલ મૂકીને જતી રહી હતી અને મધરાતે તે બોમ્બ ફૂટ્યો હતો. ત્યારે આ મામલે ડીસીબીએ બૉમ્બ મુકવા જનાર મહિલા સહિત ૩ની અટકાયત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.