Abtak Media Google News

જામજોધપુર આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી માંગણીઓ દોહરાવવી

જામજોધપુર તાલુકાનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓના સંદર્ભ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તા.૧૫/૦૨/૨૦૧૯થી પોતાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અચોકકસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓ જોડાયા હતા.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં કર્મચારીઓ પોતાની માંગણીઓ સંદર્ભે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જામજોધપુર તાલુકામાં આવેલ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓના સંદર્ભ તા.૨૧ થી તા.૨૬ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

જયારે તા.૨૮ થી પેનડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને કર્મચારીઓ તા.૬ ફેબ્રુઆરીથી માસ.સી.એલ. પર ઉતરી જવાના છે. આટ આટલી લડત બાદ પણ જો તેમના પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો તા.૧૫ ફેબ્રુઆરીથી અચોકકસ મુદતની હડતાલ પર જવાનું જામનગર જિલ્લા આરોગ્ય મહામંડળના ઉપપ્રમુખ બી.કે.અમૃતિયાએ એલાન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.