Abtak Media Google News
16 ટીમોએ ઉત્સાહ ભેર ભાગ લીધો : વિજેતા ટીમ અને મેન ઓફ ધ મેચ ને આકર્ષક ઇનામો આપવામાં આવ્યા
એકરોલોન્સ ક્લબ દ્વારા હર હંમેશ નવીનતમ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત આ ક્લબ દ્વારા બેબી ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન બે નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઉત્સાહભેર 16 ટીમોએ ભાગ લીધો હતો. આયોજનનું મુખ્ય આકર્ષણ એ જ છે કે જે ખેલાડીઓ આ પ્રીમિયર લીગમાં સહભાગી બન્યા છે તેઓ ક્રિકેટ પ્રત્યે જાગૃત થાય અને પ્રોફેશનલી તેઓ આ ક્ષેત્રમાં આગળ વધે. આ બીજી સીઝન માં કુલ ૧૬ ધીમો ભાગ લઈ રહી છે જેમાં લીગના તમામ મેચ 8 ઓવર બાકી રહેતા બે એટલે કે સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ 10 ઓવરના રમાવવામાં આવશે. સાથો સાથ બાળકોને પ્રોત્સાહન આપવા માટે આયોજકો દ્વારા વિજેતા ટીમ અને મેન ઓફ ધ મેચ ને આકર્ષક ઇનામો આપવા નું પણ નિર્ધાર કર્યો છે.
Vlcsnap 2023 05 01 13H51M41S509
આયોજકો તરફથી દરેક ટીમના ખેલાડીઓને કલરફુલ ડ્રેસ પણ આપવામાં આવેલો છે. બીજી તરફ જે બાળકો ક્રિકેટ રમવા આવતા હોય તેમના વાલીઓ માટે પણ રિફ્રેશમેન્ટ માટેની વ્યવસ્થા એકરોલન્સ ક્લબ દ્વારા હાથ ધરવામાં આવેલી છે. બીજી તરફ ક્લબ હાઉસ ના મુખ્ય બિલ્ડીંગ માટેનો સૌથી મોટો રાફ્ટ સ્લેબ ભરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદના સ્ટ્રકચર એન્જિનિયર વડોદરાના આર્કિટેક્ચર સહિત અલ્ટ્રાટેક સિમેન્ટની વિશાળ ટીમ રાફ્ટ સ્લેબ ભરવામાં ઉપસ્થિત રહી હતી અને ઇતિહાસ રચ્યો હતો. એટલું જ નહીં ખૂબ વિશાળ સંખ્યામાં લોકો બાળકોને પ્રોત્સાહિત કરવા આવી પહોંચ્યા હતા. એકરોલોન્સ ક્લબ માત્ર બેબી ક્રિકેટ ટુર્નામેન્ટ જ નહીં પરંતુ અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે જેનાથી સમાજનો ઉત્થાન સારી રીતે થઈ શકે
અન્ડર 12ના બાળકો ક્રિકેટમાં પ્રોફેશનલી આગળ વધે તે માટે આ પ્રીમિયર લીગ આશીર્વાદરૂપ છે : પરાગ તન્ના 
Parag
એકરોલોન્સના પરાગભાઈ તન્નાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ જે બેબી પ્રીમિયર ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે તે અન્ડર-12ના બાળકો માટે છે જેની પાછળનો મુખ્ય હેતુ એ છે કે બાળકો ક્રિકેટ ક્ષેત્રે પ્રોફેશનલી આગળ વધે અને તેમના માટે આ પ્રીમિયર લીગ આશીર્વાદ રૂપ નીવડશે. ધુમા તેઓએ જણાવ્યું હતું કે પહેલી સિઝનની સફળતા બાદ આ બીજી સિઝન નું આયોજન કરવામાં આવ્યું છે વરસાદ હોવા છતાં બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમના વાલીઓ પણ તેમને રમતા જોઈ આનંદની લાગણી અનુભવતા હતા. ત્યારે બાળકોને કોઇપણ પ્રકારની અગવડતા નો સામનો ન કરવો પડે તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
એકરોલોન્સ હર હંમેશ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરે છે : શ્રીકાંત તન્ના
Shreeka
એકરોલોન્સ સાથે જોડાયેલા શ્રીકાંત તન્નાએ જણાવ્યું હતું કે ક્લબ હર હંમેશા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરે છે. ત્યારે બેબી ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન બે નું જે આયોજન થયું છે તેમાં સૌથી મોટી વાત તો એ છે કે દરેક લીગ મેચ 8 ઓવરડ્રા રમાશે અને ફાઇનલ અને સેમિફાઇનલ મેચ રાત્રી પ્રકાશમાં રમાવામાં આવશે જેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરાશે. તુજ નહીં દરેક મેચ ના સ્કોરિંગ હીરોઝ ઉપર પણ કરવામાં આવી રહ્યા છે જેથી બાળકો જે ક્રિકેટ રમી રહ્યા હોય તેમનામાં પણ એક ઉત્સાહ જોવા મળે. જણાવ્યું હતું કે દરેક પ્રાથમિક ચીજ વસ્તુઓનું ધ્યાન હાલ આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં રાખવામાં આવ્યું છે જેની સફળતા બાદ ફરી ત્રીજી સિઝનની તૈયારીઓ હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.