Abtak Media Google News
  • રિસીવીંગ-ડિસ્પેચીંગ સેન્ટર ઉપર તબીબોની ટીમ તૈનાત કરી દેવાશે : ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓની કામગીરીની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરતા કલેક્ટર પ્રભવ જોશી

ચૂંટણીમાં ગરમી વિઘ્ન બનવાની હોય, ચૂંટણી તંત્ર દ્વારા અત્યારથી જ તમામ વ્યવસ્થાઓ અંગે નિર્ણય લેવામાં આવી રહ્યા છે.  ગરમીના મોજા અને હાર્ટ એટેકના વધેલા ખતરાના કારણે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ બેઠકના તમામ મતદાન મથક ઉપર મેડીકલ કીટ રાખશે. આ કિટમાં ઓઆરએસ, દવા સહિતની ચીજવસ્તુ રાખવામાં આવશે. રિસીવીંગ-ડિસ્પેચીંગ સેન્ટર ઉપર તબીબોની ટીમ તૈનાત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રભવ જોષીએ કલેક્ટર કચેરી ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી. અને આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવા  તાકીદ કરી હતી.

Heat Disturbance During Election: Medical Kits Will Be Placed At Each Polling Station
Heat Disturbance during Election: Medical kits will be placed at each polling station

આ બેઠકમાં કલેક્ટરએ ચૂંટણી સંબંધિત સાહિત્યના પ્રિન્ટીંગ, એપિક વિતરણની કામગીરી તથા પેન્ડીંગ ફોર્મ નિકાલ, પોલીંગ સ્ટાફને અને આવશ્યક સેવામાં જોડાયેલા કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવા, સી વિઝીલ,એજીએસપી ફરિયાદોના કવોલીટી નિકાલ, એપ્રિલથી જુન 2024 ના મહીના દરમ્યાન હીટ વેવની અસરને નિવારવા માટેના પગલા, ચૂંટણી કાર્યમાં રોકાયેલ તમામ કર્મચારીઓને અને સુરક્ષા દળોને કેશલેસ તબીબી સારવાર પાડવા તથા તમામ મતદાન મથકોએ પ્રાથમિક સારવાર કીટ ઉપલબ્ઘ કરવા, તાલીમ સ્થળ તથા રીસીવીંગ ડીસ્પેચીંગ સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર કીટ સાથે પેરા મેડીકલ ટીમ ઉપલબ્ઘ, ચૂંટણીલક્ષી પ્રથમ, દ્રિતીય અને ત્રીજી તાલીમ 05/05/2024 સુધીમાં પુર્ણ કરવા, ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ તૈયાર કરવા, બી.એલ.ઓ. મારફત મતદારોને મતદાન મથકની જાણકારી આપવા, મતદાનના એક અઠવાડીયા પહેલા બી.એલ.ઓ.ને એક દિવસ મતદાન મથકે બેસવા, આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવા, મહત્તમ મતદાન માટે સોશ્યલ મીડિયાનો પ્રચુર ઉપયોગ કરવા વગેરે બાબતો વિષે સંબંધિત તમામને સૂચના આપી હતી.

આ સમીક્ષા બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મૂછાર, વિવિધ સમિતિઓના નોડલ ઓફિસર્સ સર્વ નવનાથ ગવ્હણે, સ્વપ્નિલ ખરે, નિશા ચૌધરી, જિજ્ઞાસા ગઢવી, ઈલા ચૌહાણ, ઈલા ગોહિલ, એ.કે.વસ્તાણી, રાજેશ્રી વંગવાણી, એ.એસ.માંડોત, ચાંદની પરમાર, સોનલ જોશીપુરા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, વગેરે સામેલ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.