Abtak Media Google News
  • ખેતીવાડી, શ્રમ વિભાગ, જિલ્લા પંચાયત, સિવિલ હોસ્પિટલ, વન વિભાગ, પશુપાલન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિભાગોને વિવિધ પગલાંઓ લેવા સૂચના

હવામાન વિભાગ દ્વારા સમયાંતરે હીટવેવની આગાહી પણ કરવામાં આવે છે. આગામી દિવસોમાં હીટવેવના પ્રમાણમાં વધારો થવાની સંભાવનાછે.જે હીટવેવને ધ્યાને લઈ જાહેર જનતાના હિતાર્થે સંભવિત હીટવેવની પરિસ્થિતીથી જાહેર જનતાને માહિતગાર કરવા તથા તકેદારીમાં પગલાં લેવા કલેકટર તંત્ર દ્વારા 19 વિભાગોને આદેશો જારી કરવામાં આવ્યા છે.

Advertisement

જિલ્લામાં મનરેગા હેઠળના કામો ચાલુ હોય / ક્ધસ્ટ્રકશન સાઇટ પર કામ કરતા શ્રમીકોને હીટવેવની પરિસ્થિતિમાં બચાવવા માટે જરૂરી તમામ પગલાં લેવા. ઉપાયો કરવા તેમજ સાઈટ પર ઓઆરએસ, પાણી, હેલ્થય ચેકઅપ વિગેરે વ્યવસ્થા કરવી, સંભવિત અસરગ્રસ્તો ઓળખી તેમના માટે આઈઇસી માટે દરેક વિભાગે પગલાં લેવા તેમ નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને જણાવાયુ છે.

તમામ શાળાઓ મારફતે શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવ અને તેનાથી થતી અસરો અને બચાવના ઉપાયો વિશે સમજણ આપવી,.અન્ય જરૂરી સલામતીના પગલાં લેવા. જેમ કે, પાણીની વ્યવસ્થા, છાંયડો, પ્રાથમિક સારવાર, શાળાનો સમય. હીટવેવ સમયગાળા દરમ્યાન બિનજરૂરી હોય તેવી પ્રવૃતી ટાળવી. તેમ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવાયુ છે. વનમાં લાગતી આગની સંભાવનાને ધ્યાને લઈ આગને રોકી શકવાના તમામ પગલાં લેવા તથા તે અન્વયે જરૂરી તમામ પૂર્વ તૈયારી કરવી અને સમીક્ષા કરવી. વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી તેમ મદદનીશ વન સંરક્ષકને જણાવાયુ છે.

મુસાફરી માટે આવતા તમામ નાગરીકો માટે જરૂરી તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવી. જેમ કે, એસ.ટી.ડેપોમાં પ્રાથમિક સારવાર કીટ, છાંયડો, પાણી, આઈબીસી પ્રવૃતી વગેરે માટે વિભાગીય નિયામક, એસ.ટી. વિભાગને જણાવાયુ છે.

પીવાના પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી, જિલ્લા/તાલુકા અને ગામડાઓમાં પાણી પુરવઠો સુનિશ્ચિત કરવો અને વૈકલિષ્ક વ્યવસ્થા કરવી, જરૂરી મેન્ટેનન્સ અને હેન્ડપમ્પ મેન્ટેનન્સ જેવી કામગીરી પૂર્ણ કરાવવી. સિંચાઈની જરૂરીયાત અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી કામગીરી પુર્ણ કરાવવી.જળસંચય યોજનાઓને પ્રાધાન્ય આપવું.જિલ્લામાં ગરમીના સમયે જરૂરીયાત મુજબ પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું. તેમ કાર્યપાલક ઈજનેર, પાણી પુરવઠા વિભાગ, રાજકોટને જણાવાયુ છે.

હીટવેવને ધ્યાને લઈ, જિલ્લામાં ફુડ પોઈઝનીંગના કેસ વધવાની શક્યતા છે જે અનુસંધાને જરૂરી મેડીકલ ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવી. તેમજ ઉકત વિગતેના સ્થળોએ મજુરોને જરૂરી હેલ્થ ચેકઅપ અને ઓઆરએસ, દવા વિગેરે વ્યવસ્થા પુરી પાડવી. તેમજ હીટવેવના કારણે કોઈ માનવ મૃત્યુ નોંધાય તો તે અંગે અત્રેની કચેરીના કંટ્રોલ રૂમ પર તાત્કાલિક જાણ કરવી. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હીટવેવને આરોગ્ય પર અસર કરતા પરીબળ તરીકે ધ્યાનમાં લેવી. તે મુજબના ટ્રીટમેન્ટ પ્રોટોકોલ રાખવા. હીટવેવને લગતી તમામ જરૂરી તૈયારી કરવી તથા તૈયારીની સમીક્ષા કરવી.જરૂરી દવાઓ, ઇકિવપમેન્ટ્સ, ડીપફ્રિઝર, આઇસ પેક્સના જથ્થાની સમીક્ષા કરવી. ફાયર વિભાગ સાથે સંકલનમાં રહી હોસ્પીટલનું ફાયર ઓડીટ કરવું.હીટવેવની મોકડ્રીલ કરવી.108 તથા સંબંધિત વિભાગને હીટવેવ બાબતે જરૂરી જાગૃત/સચેત કરવા.

હીટવેવને કારણે લોકો બીમાર ન પડે તે માટે તેમને જાગૃત કરવા અને આરોગ્યને અસરકર્તા પરીબળ તરીકેની તેની ગંભીરતા સમજાવવી.મેડીકલ પ્રોફેશનલ્સ અને હેલ્થવર્કર્સના ફ્રેર્મવર્ક પર આધારીત સ્થાનીક હોસ્પીટલ અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે તબીબી સ્ટાફ માટે લક્ષીત તાલીમ કાર્યક્રમો યોજવા તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ, મહિલા અને બાળ વિકાસ અધિકારીને જણાવાયુ છે.

હીટવેવના સંદર્ભમાં પાક પર થનારી અસર ખેતી માટે જરૂરી પાણીની સ્થિતિની સમીક્ષા કરવી. પશુઓ માટે પાણીની જરૂરીયાત, ઘાસનો પુરવઠો અને ભાવો તથા પશુઓના સ્વાસ્થય બાબતે તકેદારી રાખવી, સિંચાઈ માટેના પાણીની જરૂરીયાત અને ઉપલબ્ધિ અંગે સમીક્ષા કરવી.તેમ નાયબ પશુપાલન નિયામકને જણાવાયુ છે. તાલુકામાં પીવાના પાણીની વ્યવસ્થા, ઘાસચારાની વ્યવસ્થા તેમજ ઉકત વિગતેની અન્ય તમામ વ્યવસ્થા ગ્રામ્ય કક્ષાએ ઝડપી ઉપલબ્ધ થાય તે અંગે સંબંધિત કચેરીઓ સાથે સંકલન કરી, વ્યવસ્થા પુરી પાડવી.હીટવેવની પરિસ્થિતી બચવા અંગે આપના તાબા હેઠળના તાલુકામાં જ્યાં મોટા પ્રમાણમાં અરજદારો/લાભાર્થીઓ આવતા હોય ત્યાં છથડા, પીવાના પાણીની વ્યવસ્થા, પ્રાથમિક સારવાર, સમય ફેરફાર જેવી બાબતો ધ્યાનમાં લેવી. તાલુકા કક્ષાએ સિનિયર અધિકારી દ્વારા આ પ્રકારની તૈયારીની સમીક્ષા કરવી.તેમ પ્રાંત અધિકારીને જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.