Abtak Media Google News
  • રાજયના 11 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર ચૈત્રી દનૈયા હજી તપશે

રાજયભરમા ફરી કાળઝાળ ગરમીનો નવો રાઉન્ડ શરૂ  થયો છે.  42 ડિગ્રી સેલ્સીયસ તાપમાન સાથે  રાજકોટ મંગળવારે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ 11 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી કે તેથી વધુ  રહેવા પામ્યો હતો. ચૈત્રી દનૈયા તપી રહ્યા છે. જે ચોમાસા માટે  ખૂબજ સારી નિશાની છે.હજી તાપમાનનો પારો ઉંચકાશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત  કરવામાં આવી છે.

Advertisement

રાજયભરમાં  ગરમીનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો છે. આગામી  પાંચ દિવસ  સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ  અને દિવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મહતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની  સંભાવના રહેલી છે. લોકોએ કાળઝાળ ગરમી માટે હજી તૈયાર રહેવું પડશે. મંગળવારે  રાજકોટનું મહતમ તાપમાન 42 ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ. રાજકોટ રાજયનું સૌથી  ગરમ શહેર રહેવા પામ્યું હતુ. આ  ઉપરાંત  અમદાવાદનું  તાપમાન  40.6 ડિગ્રી, ડિસાનું તાપમાન  38.9 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન  40.7 ડિગ્રી, વલ્લભ વિધાનગરનું તાપમાન 39.7 ડિગ્રી,  વડોદરાનું તાપમાન  40.4 ડિગ્રી, સુરતનું તાપમાન  39.4 ડિગ્રી,  વલસાડનું તાપમાન 41.6 ડિગ્રી, દમણનું તાપમાન 38 ડિગ્રી, ભુજનું તાપમાન  40.3 ડિગ્રી, નલીયાનું તાપમાન  37 ડિગ્રી, કંડલા પોર્ટનું તાપમાન  34.1 ડિગ્રી, કંડલા એરપોર્ટનું તાપમાન  41 ડિગ્રી અમરેલીનું તાપમાન 40.4 ડિગ્રી, ભાવનગરનું તાપમાન  39.4 ડિગ્રી, દ્વારકાનું તાપમાન  31.4 ડિગ્રી, ઓખાનું તાપમાન  34.6 ડિગ્રી, પોરબંદરનું તાપમાન  37.5 ડિગ્રી,  રાજકોટનું તાપમાન  42 ડિગ્રી, વેરાવળનું તાપમાન  34.2 ડિગ્રી,  દિવનું તાપમાન  39.1 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન  40.5 ડિગ્રી, મહુવાનું તાપમાન  40.8 ડિગ્રી અને  કેશોદનું  તાપમાન  40.1 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું  હતુ.

આગામી પાંચ દિવસ રાજયભરમાં ગરમીનો પ્રકોપ  યથાવત રહેશે. સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે દિવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહતમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાશે. ગરમીનાં કારણે સનસ્ટ્રોકના બનાવો પણ વધ્યા છે. હિટવેવના કારણે લોકો  ત્રાહીમામ  પોકારી ગયા છે. બપોરનાં  સમયે રાજમાર્ગો પર સ્વયંભૂ  સંચારબંધી જેવો માહોલ સર્જાય જાય છે. હજી આખો મે મહિનો શરીર દઝાડતી ગરમી પડશે ચૈત્રી દનૈયા જેટલા તપે ચોમાસું એટલું જ  સારૂ રહે બે દનૈયા ખૂબ તપ્યા છે. અને હજી   પાંચ દિવસ  હિટવેવની આગાહી  આપવામા આવી છે. આવામાં દનૈયા સારા જાય તેવા એંધાણ મળીરહ્યા છે.  રાજકોટ રાજયનું સૌથી ગરમ શહેર રહે છે. મંગળવારે  એક માત્ર રાજકોટ શહેરનું  તાપમાન  42 ડિગ્રી નોંધાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.