Abtak Media Google News
  • મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરીવારને વહેલી સવારે નડ્યો અકસ્માત : 2 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

અમદાવાદ જિલ્લાના ધોળકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધોળકાના પુલેન સર્કલ નજીક પાર્ક કરેલા ડમ્પર સાથે બોલેરો કાર ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં બોલેરો કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે

વહેલી સવારે 4.30 કલાકે ધોળકા-ખેડા હાઇવે પર ધોળકા પુલેન સર્કલ નજીક જીજે13એડબ્લ્યુ3982 નંબરની એક ડમ્પર પાર્ક કરેલુ હતુ. અચાનક જ ત્યાંથી પસાર થતી જીજે12ઈઈ9355 નંબરની એક બોલેરો કાર ડમ્પર સાથે અથડાઇ હતી.બોલેરો કારમાં લગભગ 7 શ્રમજીવીઓ સવાર હતા.તેઓ રોજીરોટી અર્થે રાણપૂર જઇ રહ્યા હતા. આ શ્રમજીવીઓ મૂળ મધ્યપ્રદેશના જાંબુઆના વતની હોવાનું સામે આવ્યુ છે.

વહેલી સવારે અંધારુ હોવાના કારણે બોલેરો કારનો ડ્રાયવર ડમ્પર જોઇ શક્યો ન હતો અને તેની સાથે અથડાઇ ગયો હતો, જેના પગલે અકસ્માતની આ ગંભીર ઘટના બની હતી. આ ગમ્ખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે 5 લોકોના મોત થયા હતા.આ મૃતકોમાં મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.બે ઇજાગ્રસ્તોને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હાઇવે પર આ ઘટના જોતા જ ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકો તેમની મદદે ત્યાં પહોંચ્યા હતા. જો કે કમનસીબે ઘટનાસ્થળે જ 5 લોકોના મોત થયા હતા.જે પછી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો. સાથે જ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ઇજાગ્રસ્તોની સારવાર શરુ કરી દીધી હતી.

બીજી તરફ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર ઘટના કેવી રીતે બની હતી તેની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.સમગ્ર ઘટના મામલે ધોળકા ટાઉન પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અકસ્માતમાં મોતને ભેંટનારાઓના નામ આવ્યા સામે

બોલેરો અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મૃતકોના નામ સામે આવ્યા છે. જેમાં નીતિશ નાનસિંગ ભીલવાડ, દિલીપ નાનસિંગ ભીલવાડ, રાહુલ ખુમાનસિંગ ભીલવાડ, પ્રમોદ ભરતભાઇ ભીલવાડ, રાજુ માનસિંગ ખાંદરાનો સમાવેશ થાય છે. જયારે બોલેરોમાં હાજર રામચંદ્ર નિતેશભાઇ ભીલવાડ અને મનીષા નિતેશભાઇ ભીલવાડ બંને ઈજાગ્રસ્ત થતાં અસારવા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.

કેવી રીતે થયો અકસ્માત ?

શિયાળાની ઋતુ હજુ પૂર્ણ થઇ નથી. સવારના સમયમાં ઝાકળના લીધે ઘણા વિસ્તારોમાં વહેલી સવારે રસ્તા પણ દેખાતા નથી. આવું જ કઇંક આ અકસ્માત સમયે થયું હતું. વહેલી સવારે વિઝીબીલીટી ઓછી હોવાના કારણે ડ્રાઈવર આગળ પાર્ક કરેલું ડમ્પર જોઇ શક્યો નહીં અને બોલેરો તેની સાથે અથડાઈ હતી. જેના કારણે આ અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.