Abtak Media Google News
  • વહેલી સવારના અકસ્માતમાં એક વેપારી અને બંને ટ્રકના ચાલકોનું ઘટનાસ્થળે જ મોત

અમદાવાદની ધોલેરા પીપળી ચોકડી પર અકસ્માતની ઘટના બની છે. બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં બન્ને ટ્રકના ચાલક અને અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના ધોલેરા-વટામણ હાઈવે પર પીપળી ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. સામસામે ધડાકાભેર અથડાતા બે ટ્રક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. જેમાં બન્ને ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આથી અંદર રહેલા 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે ધોલેરા પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

પીપળી ગામ પાસે જીજે01સીએક્સ0386 નંબરનું ટ્રક અને જીજે04એટી 8262 નંબરની આઇસર ટ્રક સામસામે ધડાકાભેર અથડાઈ હતી. બન્ને ટ્રકનો આગળ ભાગ પડીકુ વળી ગયો હતો. આઇસર ટ્રકની સાઈડમાં એક નેમ પ્લેટ લાગેલી છે જેમાં બાપા સીતારામ લખેવું છે અને મોબાઈલ નંબરો આપેલા છે. અકસ્માતની જાણ થતા જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108ની જાણ કરી હતી. પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહને પીએમ માટે 108 મારફત હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.