Abtak Media Google News
  • ચાર વર્ષની દીકરી અસ્મિતા પટેલનો ચમત્કારીક બચાવ : મૃતદેહને કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ

Gujarat News : રવિવારની મોડી રાતે જામ્બુવાથી તરસાલી તરફ નેશનલ હાઇવે પર રોડની સાઇડમાં ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં પટેલ પરિવારના પાંચ સભ્યોના મોત નીપજ્યા છે. જ્યારે ચાર વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે. આ કરૂણ અકસ્માતની જાણ થતાં મકરપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર એટલી ધડાકાભેર અથડાઇ હતી કે, અકસ્માત બાદ મૃતદેહને કાઢવા માટે ફાયર બ્રિગેડને પણ મદદ માટે બોલાવાઈ હતી.

Vadodara

ભયંકર અકસ્માત

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, રવિવારની રાત પટેલ પરિવાર માટે ગોઝારી સાબિત થઇ છે. મોડી રાત્રે નેશનલ હાઇવે પર જામ્બુવાથી તરસાલી તરફ જઇ રહેલી કાર રોડની સાઈડમાં ઉભેલા કન્ટેનર પાછળ અથડાઇ હતી. કાર પાછળથી અથડતા તેમા બેઠેલા એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ચાર વર્ષની દીકરી અસ્મિતા પટેલનો આબાદ બચાવ થયો છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. જે મુજબ મૃતકોમાં પ્રજ્ઞેશભાઈ પટેલ ઉં.વ. 34, મયુરભાઈ પટેલ ઉં.વ. 30, ઉર્વશિબેન પટેલ ઉં.વ. 31, ભૂમિકાબેન પટેલ ઉં.વ. 28, લવ પટેલ ઉં.વ. 1નો સમાવેશ થાય છે. જયારે અકસ્માતમાં ચમત્કારીક રીતે બચી જનાર બાળકીનું નામ અસ્મિતા પટેલ (ઉં.વ. 4) છે.

રાજ્યમાં અન્ય એક અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે. ખેડાની નડિયાદ પીજ ચોકડી બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. ટ્રક અને લાકડા ભરેલા ટ્રેકટર વચ્ચે ભીષણ અકસ્માતમાં ટ્રેક્ટરના ડ્રાઇવર અને ક્લીનરનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.