Abtak Media Google News

બાઈકમાં જોખમી સ્ટંટ કરનાર આરોપીને ઝડપી લેવાયો

Bike Stunt2

Advertisement

મોરબી સમાચાર 

મોરબી રાજકોટ હાઇવે ઉપર બાઇકમાં પોતાની સ્ત્રી મિત્રને આગળ બેસાડી જોખમી સ્ટંટ કરતો વિડિયો વાઇરલ થયો હતો જે વિડીયો આધારે યુવકને શોધી અટક કરી મોરબી સીટી એ-ડીવીજન પોલીસમાં ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર જોખમી રીતે તેમના સ્ત્રી મિત્ર સાથે મોટરસાયકલમાં જોખમી સ્ટંટ કરી મો.સાયકલ ચલાવતા હોવાનો વીડીયો વાયરલ થતા વીડીયોમા જોવામા આવતા મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ-36-AH-1428ના આધારે આ જોખમી સ્ટંટ કરતા ઇસમની તપાસ હાથધરી હતી. જેમાં વીડીયોમા જોવા મળતા ઇસમની ઓળખ કરી સ્ટંટબાજ આરોપી બળવંતભાઈ ગોવીદભાઈ ચાવડાને ઝડપી લેવામાં આવ્યો હતો. નવયુગ સ્કુલ પાસે નકલંગ સોસાયટી શેરી નં.૧ કન્યા છાત્રાલય રોડ મોરબીરહેતા આરોપી અને તેની પાસેથી જે મો.સાયકલમાં જોખમી સ્ટંટ કરતો હોય તે મો.સાયકલ કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઋષિ મહેતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.