Abtak Media Google News

ભારત દેશ પેહલાથી જ ‘સોને કી ચીડિયા ‘તરીકે ઓળખાય છે.ભારત દેશમાં સુખી – સંપન્ન અને સમૃદ્ધ લોકો વસે છે.

વર્ષ 2020 ભારત સહિત વિશ્વના દેશો માટે અત્યંત પડકાર જનક રહ્યું છે તેમ છતાં કોરોના મહામારી વચ્ચે ભારત સહિત વિશ્વના ધનકુબેરોની યાદીમાં વધારો થયો છે .વાત કરીએ ટેકનોલોજી ક્ષેત્રની તો તેમાં પણ ટેકનોલોજી ક્ષેત્રે દુનિયાના ધનિક લોકોની યાદીમાં નવા 161 લોકોનો ઉમેરો થયો છે. તેમના ટોપના 15 લોકોની યાદી નીચે મુજબ છે :

1.શિવ નાદર :

1 2
શિવ નાદર એચસીએલ એન્ટરપ્રાઇઝના સ્થાપક છે.1,41,700 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે એચસીએલના સ્થાપક શિવ નાદર આ યાદીમાં ટોચ પર છે જે એચસીએલ કંપનીના અધ્યક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે.

2.અજિમ પ્રેમજી :

2 1
આ યાદીમાં બીજા ક્રમે વિપ્રોના કંપનીનાં સ્થાપક અને અધ્યક્ષ અઝીમ પ્રેમજી છે. રિપોર્ટ પ્રમાણે તેમની કુલ સંપત્તિ રૂ. 1,14,400 કરોડ છે.

3.જય ચૌધરી

3 5
આ યાદીમાં ત્રીજા સૌથી ધનિક ટેક અબજોપતિ જય ચૌધરી છે, જે સીઈઓ, ચેરમેન અને ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની ઝ્ડસ્કલેરના સ્થાપક છે. સૂચિ મુજબ તેમની કુલ સંપત્તિ 65,800 કરોડ રૂપિયા છે.

4.સુનિલ મિત્તલ :

4 5

નંબર 4 પર ભારતી એન્ટરપ્રાઇઝના સ્થાપક અને અધ્યક્ષ સુનિલ મિત્તલ છે જેનું નેટવર્ક 25,500 કરોડ રૂપિયા છે.

5.વિજય શેખર
5 6
23,000 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પેટીએમના સીઈઓ અને સ્થાપક વિજય શેખર શર્મા આ યાદીમાં પાંચમા ક્રમે છે. હ્યુરન અહેવાલ મુજબ 2019 ની તુલનામાં 2020 માં તેમની સંપત્તિ 13% વધી છે.પેટીએમ એપ્લિકેશન દ્વારા આખા ભારતના ઓનલાઇન વ્યવહાર સરળ બન્યા છે.

6.બાયજુ રવેન્દ્રન

6 2

નંબર 5 પર બાયજુ રવીન્દ્રન છે જે બાયજ્યુસ કંપની ના સ્થાપક છે . બાયજ્યુસ એપ્લિકેશન દ્વારા ભારતના ઘણા વિદ્યાર્થીઓને ઈચ્છા પ્રમાણેનું ઓનલાઇન શિક્ષણ મળ્યું છે. 2019 ની તુલનામાં 2020 માં તેમની સંપત્તિમાં 113% નો વધારો થયો, અહેવાલ મુજબ તેમની કુલ સંપત્તિ 20,400 કરોડ રૂપિયા છે.

7.એસ.ગોપાલકૃષ્ણન

7 3
એસ.ગોપાલકૃષ્ણન ઈન્ફોસિસના ભૂતપૂર્વ સીઈઓ અને ઇન્ફોસીસના સહ સ્થાપક છે. ઈન્ડિયા ઈન્ફોલીન વેલ્થ અને હુરન ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર તેમની કુલ સંપત્તિ રૂ. 18,100 કરોડ છે.

8.એનઆર નારાયણા મૂર્તિ

8
ઇન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિની કુલ સંપત્તિ 16,400 કરોડ રૂપિયા છે.

9.દિવ્યંક તુરખીયા

9 1

દિવ્યંક તુરખીયા વૈશ્વિક જાહેરાત કંપની મીડિયા.નેટના સ્થાપક છે, અહેવાલમાં તેમની કુલ સંપત્તિ રૂ. 14,000 કરોડ છે.

10.આમોદ માલવીયા

10

બેંગ્લોર સ્થિત બી2બી ઈ કોમર્સ પ્લેટફોર્મ છે. આમોદ માલવીયા ઉડાન કંપનીના સહ-સ્થાપક છે, 2020 માં તેની ચોખ્ખી સંપત્તિ 274% વધી 13,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

11.સુજિત કુમાર :

11 1

ઉડાન કંપનીમાં સુજીત કુમારે આ સહ-સ્થાપક તરીકેની ઉડાન ભરી હતી. હુરન સંસ્થાની યાદી મુજબ તેમની કુલ સંપત્તિ રૂ. ૧ 13,૦૦૦ કરોડ છે.

12.વૈભવ ગુપ્તા :

12 1

ઉડાનના 13000 કરોડ સહ-સ્થાપક, વૈભવ ગુપ્તાની 2020 માં સંપત્તિ 13,000 કરોડ રૂપિયા છે.

13.નંદન નીલેકણી :

13

નંદન નીલેકણી એ ઇન્ફોસીસના સહ-સ્થાપક અને બિન-કાર્યકારી અધ્યક્ષ છે. તેમની કુલ સંપત્તિ 12,000 કરોડ રૂપિયા છે

14.રાધા વેમ્બુ

14 2

ભારતનાં ધનિક પુરુષોની સરખામણીમાં 12,000 કરોડની સંપત્તિ સાથે ઝોહોની માલિક રાધા વેમ્બુ આ યાદીમાં આગળ છે. ચેન્નાઈ સ્થિત કંપની વૈશ્વિક સ્તરે ટોચના પાંચ બિઝનેસ ઈ-મેલ પ્રદાતાઓમાં શામેલ છે.

15.એસ.ડી. શિબુલાલ :

15

આ યાદીમાં અન્ય ઇન્ફોસીસના સહ-સ્થાપક એસ.ડી. શિબુલાલ છે. તેની કુલ સંપત્તિ 12,000 કરોડ રૂપિયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.