Abtak Media Google News

આઈપીએલમાં એકમાત્ર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ 10 હજાર રન પૂર્ણ કર્યા

આઈપીએલનો 39 મેચ બેંગ્લોર અને મુંબઈ વચ્ચે રમાયો હતો જેમાં બેંગલોરે 54 રને મુંબઈને માત આપી હતી જેમાં બોલર હર્ષલ પટેલની હેટ્રિક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ હતી. આઇપીએલ 2021 માં જે નવોદિત અને યુવા ખેલાડીઓ આવ્યા છે તે ખૂબ જ આકર્ષક શોર્ટ રમી ટીમને મજબૂતી આપતાં નજરે પડે છે.

આ ખેલાડીઓમાં સ્પીડ ,ટાઈમિંગ સહિત  અનેક વિવિધતા જોવા મળતા સિનિયર ખેલાડીઓને પણ અંજાવે આવે તેવા શોટ રમી રહ્યા છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગલોરની ટીમે છ વિકેટ ગુમાવી 165 રન નોંધાવ્યા હતા. જેમાં કોહલીએ 51 રન અને મેક્સવેલે 56 રનનું યોગદાન આપ્યું હતું તે સિવાય અન્ય કોઇ ખેલાડી સારી રમત રમી શક્યું ન હતું મુંબઈ તરફથી બોલ્ટ, મિલને અને રાહુલે એક-એક વિકેટ ઝડપી હતી જ્યારે બુમરાએ ત્રણ વિકેટ લીધી હતી.

166 રનનો લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ તરફથી રોહિતે 43 રન અને ડિકોકે 24 રનનું યોગદાન આપ્યું હતું તે સિવાય એક પણ ખેલાડી ડબલ ફિગરમાં પહોંચી શક્યો ન હતો. બેંગ્લોર તરફથી સિરાજે એક વિકેટ ઝડપી હતી તો ચહલે 3 વિકેટ , મેક્સવેલે 2 વિકેટ અને સર્વાધિક હર્ષલ પટેલે 4 વિકેટ ઝડપી ટીમને જીત અપાવી હતી બીજી તરફ બેંગલોરના સુકાની વિરાટ કોહલીએ 10 હજાર  રન  આઈપીએલમાં પૂર્ણ કર્યા હતા અને આ સિદ્ધિ મેળવનાર વિરાટ એકમાત્ર ભારતીય બેટ્સમેન બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.