Abtak Media Google News

કાફિરનું ખૂન ક્યારેય પાક હોય શકે?

ગદ્દારો ક્યારેય વફાદાર બની જ ન શકે… હિઝબૂલ મુઝાઇદીનના સૈયદ સલાઉદીનના પુત્રો સૈયદ અહેમદ શકિલ અને સાહિદ યુસુફ જમ્મુ-કાશ્મિરના સરકારી કર્મચારી બની ગદ્દારો માટે કામ કરતા હોવાનું પર્દાફાશ થવા પામ્યો છે.

ટેરર ફંડીગ અંગેની તપાસનો રેલો શેરે કાશ્મીરી ઇસ્ટીટ્યુટ ઓફ મેડિકલ કોલેજ સુધી પહોંચ્યો હતો. દેશ વિરોધી તત્વોને ટેરર ફંડીગ પહોંચાડવા માટે ગોઠવાયેલા નેટવર્કની તપાસમાં શેરે કાશ્મીર ઇસ્ટીટ્યુટ મેડિકલ સાયન્સમાં નોકરી કરતાં શકિલ અને કૃષિ વિભાગમાં નોકરી કરતા સાહિદનું નામ ખૂલ્યું હતું. આ બંને ભાઇ એઝાજ અહેમદ અને મકબૂલ બટ્ટના કેડર પાસેથી ફંડ મેળવતો હતો.

ટેરર ફંડીગની તપાસમાં જમ્મુ-કાશ્મિર સરકારના કર્મચારીઓની સંડોવણીથી તંત્ર ચોંક્યુ ઉઠ્યું છે. ગદ્દારોનું ખૂન ક્યારેય પાક ન થાય હિઝબૂલના વડાના પુત્રોને સરકારી કર્મચારીઓ તો બનાવી દેવાયાં પણ દેશનું ખાઉને દેશના ગદ્દારોને મદદ કરતાં હતાં. 1990માં એઝાજ પાકિસ્તાન ગયો હતો અને હવે જમ્મુ-કાશ્મિરના ટેરર ફંડ માટે કામ કરે છે.

શકીલ અને સાહિદ કાશ્મિરમાં આતંકવાદીઓ સાથેના લીંકઅપમાં હતાં. સાઉદી અરબ સહિત દેશોમાંથી ટેરર ફંડ ઉભુ કરીને કાશ્મિર સુધી પહોંચાડવાનું નેટવર્ક ચાલે છે. જો કે સલાઉદ્નીના બે દીકરાઓની પૂછપરછને લઇને જમ્મુ-કાશ્મિરના પૂર્વ મુખ્યમંત્રીએ કેટલાક સવાલો ઉઠ્યા હતાં.

સાહિદ 2007માં કૃષિ વિભાગમાં નોકરી પર લાગ્યો હતો. તે 1999થી 2000 દરમિયાન દુબઇની મુલાકાતે ગયો ત્યારે પિતાના નામમાં ફેરફાર કરી બોગસ પાસપોર્ટ કઢાવ્યો હતો. તે બારામુલ્લાથી ભાગી ગયેલા અને સાઉદીમાં રહેતાં નઝીર કુરેશીને પણ મળ્યો હતો. સાહિદ ટેરર ફંડીગ માટે બહુરૂપી ઓળખનો ઉ5યોગ કરતો હતો. બીજો ભાઇ શકિલ સરકારી કર્મચારી તરીકે 1990માં જોડાયો હતો.

શકિલ પણ ટેરર ફંડીગ મુદ્ે એન.આઇ.એ.ની વોચ લીસ્ટમાં હતો. સરકારી સેવામાં રહીને હિઝબૂલના સલાઉદ્ીનના બંને પુત્રોએ ટેરર ફંન્ડીંગમાં હાથ કાળા કર્યા હતાં. હજુ આ તપાસ દરમિયાન દેશનું ખાઇને ગદ્દારી કરનાર વધુ હરમખોરોના મોઢા બે નકાબ થાય તેવું માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.