Abtak Media Google News

પોલીસને કમલ હસન વિરૂધ્ધ એફઆઈઆર નોંધવા હાઈકોર્ટનો આદેશ

બોલીવુડ તેમજ સાઉથનો સુપરસ્ટાર કમલ હસન હિન્દુઓને આતંકવાદી ગણાવતા હાઈકોર્ટની ચપેટમા આવી ચૂકયો છે. જે મામલે હાઈકોર્ટ પોલીસને કમલ હસન વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની સૂચના આપી હતી. જસ્ટીસ એમએસ રમેશે અરજદાર જી.દેવરાજનની ફરિયાદ મામલે અભિનેતા વિરૂધ્ધ પોલીસે એફઆઈઆર નોંધાવાનો આદેશ આપ્યો હતો. અરજદારની અરજીને આધારે નવેમ્બરમાં પબ્લીશ થયેલી મેગેઝીનના આઠમાં એડિશનમાં એક કમલ હસને એક આર્ટીકલમાં લખ્યું હતુ કે ‘હિન્દુ આતંકવાદ દેશમાં રાજ કરી શકે નહી.

Advertisement

આ પ્રકારનાં નિવેદન દ્વારા કમલ હસન ભારતને આતંકીસાબીત કરવાનો પ્રયત્ન કર્યો છે. તેણે સમજવું જોઈએ કે કોઈ ધર્મ હિંસા નહી પરંતુ શાંતી માટે હોય છે. અભિનેતા વિવાદાસ્પદ ટિપ્પણીથી તમીલ કમ્યુનિટીને અલગ કરવા માંગે છે તેવું અરજદારે જણાવ્યું હતુ તેણે વધુમાં જણાવ્યું હતુ કે તેણે આ મામલે ચેન્નઈ પોલીસ કમિશ્નરનું પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે એક લેખમાં હિન્દુઓને આતંકવાદ ગણાવતા કમલ હસન વિવાદમાં ફસાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.