Abtak Media Google News

ફિલ્મ સેન્સર બોર્ડના પૂર્વ પ્રમુખ ખૂદ પહલાજ નિહલાનીએ પદ પરથી ઉતરતાવેંત એડલ્ટ ફિલ્મ બનાવી !!!

કલાકારો:રાય લક્ષ્મી, રવિ કિશન, પંકજ ત્રિપઠી

પ્રોડયુસર:પહલાજ નિહલાની

ડાયરેકટર:દીપક શિવદાસાની

મ્યુઝિક:વિજૂ શાહ

ફિલ્મ ટાઈપ: એડલ્ટ મૂવી

ફિલ્મની અવધિ:૧૫૯ મિનિટ

સિનેમા સૌજન્ય:કોસ્મોપ્લેકસ

રેટિંગ ૫માંથી અઢી સ્ટાર

૧૩ વર્ષ પહેલા એટલે કે વર્ષ ૨૦૦૪ના નવેમ્બરમાં જ ફિલ્મ ‘જુલી’ રીલીઝ થઈ હતી જેમાં નેહા ધુપિયાએ ટાઈટલ રોલ કર્યો હતો. તેનો હીરો સંજય કપૂર હતો. આ ફિલ્મના બેડ‚મ સીનની ત્યારે ખાસસી ચર્ચા થઈ હતી. નવી સવી નેહાએ મનમૂકીને અંગ પ્રદર્શન કયુ હતુ મુંબઈમાં ઠેર ઠેર લાગેલા જૂલીના પોસ્ટરો સામે શિવસેનાએ વિરોધ પણ પ્રકટ કર્યો હતો. કેમકે, પોસ્ટરમાં જ નેહા એટલે કે જુલી બેડ‚મ પર નગ્નાવસ્થામાં બેઠી છે. અને માત્ર સફેદ રંગની ચાદર આડી રાખી છે.

આ શુક્રવારે જુલી પાર્ટ ૨ રીલીઝ થઈ તેમાં પણ ટાઈટલ કેરેકટર જુલી પાસે ભરપૂર અંગ પ્રદર્શન કરાવાયું છે. ટૂંકમાં પણ ભરપૂર બોલ્ડ સીન છે. જેથી તેને ફિલ્મ સેન્સર બોર્ડે ‘એ’ સર્ટિફીકેટ આપ્યું છે.

આ વખતે જુલીની ભૂમિકા નેહા ધુપીયાના બદલે સાઉથની જાણીતી હીરોઈન રાયલક્ષ્મીએ ભજવી છે.

સ્ટોરી:પોતાની ખૂબસૂરતી પર નાઝ (અભિમાન) કરનારી ક્ધયા જુલી (રાયલક્ષ્મી) ફિલ્મ અભિનેત્રી બનવા માગે છે. તેને લાઈમલાઈટમાં આવવું છે. તેને એમ છે કે તેની સુંદરતા તેને ફિલ્મમાં આસાનીથી બ્રેક અપાવી દેશે પરંતુ જયારે તે કાસ્ટિંગ કાઉચ (યૌન શોષણ) વિશે જાણે છે. ત્યારે પહેલા તો તેના સપના ચકનાચૂર થઈ જાય છે. પરંતુ તેને નામ દામ કમાવવા હતા એટલે તેને સંજોગો સાથે સમાધાન કરવું પડે છે. હવે જુલીના લાખ્ખો ચાહકો છે. તે ઈન્ટરનેટ સેન્સેશન બની જાય છે. દૌલત શોહરત વધે એટલે દૂશ્મનો પણ વધે જ એ ઉકિત મૂજબ તેને ધમકીઓ મળવા લાગે છે. તેણે ધમકીની ઐસી તૈસી કરી તો તેના પર ફાયરીંગ થાય છે. આગળ શુ થાય છે તે જાણવા તમારે ફિલ્મ જોવી પડશે.

એકિટંગ: દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવી ચૂકેલી અભિનેત્રી રાય લક્ષ્મીએ ફિલ્મ એકિટંગના બદલે અંગ પ્રદર્શન જ વધુ કર્યું છે. તેમ લખવામાં કાંઈ ખોટું નથી. જોકે એ સ્ક્રિપ્ટની ડીમાન્ડ પણ છે. આ ફિલ્મમાં સંજય કપૂરના સ્થાને ભોજપુરી ફિલ્મોનો સુપરસ્ટાર રવિ કિશન છે, આ સિવાય બરેલી કી બરફી ફેમ પંકજ ત્રિપાઠીની પણ ચરિત્ર ભૂમિકા છે. તેઓ મુળ રંગભૂમિના કલાકાર છે. એટલે લગભગ બધા કેરેકટર રોલમાં પોતાને ઢાળી શકે છે. રવિ કિશનનું કામ ખપ પૂરતું છે. અને જસ્ટ ઓ.કે. છે.

ડાયરેકશન:જુલી -૨નું ડાયરેકશન ભોજપુરી ફિલ્મોનાં ડાયરેકટર દીપક શિવદાસાનીએ કર્યું છે. તેમણે પડદા પર મોટાભાગે બોલ્ડ દ્રશ્યો જ બનાવ્યા છે. તેમણે હીરોઈનની ખૂબસુરતીને એકસપોઝ કરવા પર વધુ ફોકસ કર્યું છે ફિલ્મના કેમેરા વર્ક સિવાય તેઓ એક પણ ડીપાર્ટમેન્ટમાં પરફેકટ ડાયરેકશન કરી શકયા નથી. રાયલક્ષ્મી પાસે માત્ર અંગ પ્રદર્શન જ કરાવ્યું છે.

ટૂંકમાં તેમણે આગલી હરોળના દર્શકોને જ મોજ કરાવવા ફિલ્મ બનાવી છે. ફિલ્મનું બજેટ ‚પિયા ૩૦ કરોડ છે. તો તેમણે આટલા બધા ‚પિયા વાપર્યા હતા. તે સવાલ ઉઠે છે.

મ્યુઝિક:સામાન્ય રીતે ‘બી’ કે ‘સી’ ગ્રેડ ફિલ્મનું મ્યુંઝિક લોકપ્રિય થાય તો દર્શકો સિનેમાઘર સુધી ધકકો ખાતા હોય છે. અને પૈસા ખર્ચતા હોય છે. પરંતુ સોરી માટે આવો કોઈ ચાન્સ નથી કેમકે ફિલ્મનું એક પણ ગીત કર્ણપ્રિય નથી જેથી લોકપ્રિય પણ નથી. સ્ટોરીમાં ૩ ગીતો ધરાર મૂકયા હોય તેવું લાગે છે. બાય ધ વે, મ્યુઝિક વીજુ શાહનું છે.

ઓવર ઓલ:ફિલ્મ જુલી ૨ ‘એ’ (એડલ્ટ) સર્ટિફિકેટ ધરાવતી ‘સી’ ગ્રેડની ફિલ્મ છે. સિંગલ સ્ક્રીન થિયેટરોમાં કદાચ આ ફિલ્મ ચાલે બાકી મલ્ટીપ્લેકસનાં દર્શકો માટે આ ફિલ્મ નથી જ નથી. ૧૮ વર્ષથી વધુ વયના દર્શકો અને બોલ્ડ દ્રશ્યો વાળી ફિલ્મના રસિયાઓ આ ફિલ્મ જોઈ શકે બાકી બાળકો સાથે આ ફિલ્મ હરગીઝ જોવા જેવી નથી. ફિલ્મને ઓપનીંગ ઠીક ઠીક મળ્યું છે. નહીંતર ૨૨મી ડીસેમ્બરે ‘ભાઈજાન’ની ફિલ્મ ‘ટાઈગર ઝીંદા હે’ આવી જ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.