Abtak Media Google News

કેરાલાની ઓપનર અંશુએ એક જ બાઉન્ડરી મારીને ટીમને જીતાડી દીધી હતી

૧૧ ક્રિકેટર માત્ર ૨ રનમાં જ ઓલ આઉટ થઈ જાય અને તેમાં પણ ૧ રનતો એકસ્ટ્રાનો હોય તેવું કદી બન્યું છે? જી હા, નાગાલેન્ડની અંડર ૧૯ વુમન ટીમની આવી બૂરી હાલત થઈ હતી જેમાં ૯ ખેલાડીતો શૂન્યમાં આઉટ થઈ ગયા હતા જયારે માત્ર એક ખેલાડી ૧ રન બનાવી શકયો હતો.

Advertisement

બીસીસીઆઈના અંડર ૧૯ વુમન વન ડે સુપર લીગમાં નાગાલેન્ડ અને કેરાલા વચ્ચે મેચ રમાયો હતો. નાગાલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટીંગ કર્યું હતુ તેઓનો ૧૭ ઓવરમાં સ્કોર માત્ર ૨ રન થયો હતા.

નાગાલેન્ડની ઓપનેર મેનકાએ ૧૮ દડામાં ૧ રન કર્યો હતો અને એકસ્ટ્રા ૧ રન મળીને કુલ સ્કોર ૨ રન થયો હતો.સામા છેડે કેરાલાની ઓપનર અંશુએ એક જ બાઉન્ડરી મારીને ટીમને જીતાડી દીધી હતી.

સ્વીભાવિક રીતે જ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. પરંતુ કેરાલાની ટીમની મહિલા બોલરો દાદ ને પાત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.