Abtak Media Google News

જુગાર રમતા મહિલા અને મકાન માલિક સહિત 21 આરોપીઓને એલસીબીએ દબોચી લીધા: રોકડ રકમ, સાત મોટર કાર, 3 બાઈક અને 22 મોબાઈલ સહિત રૂપિયા 33.79 લાખનો મુદ્દામાલ કબજ

જામનગર જિલ્લાના કાલાવડમાં બાલંભડી રોડ પર એક મકાનમાં હાઈ પ્રોફાઈલ જુગાર ધામ ચાલી રહ્યું છે, અને રાજકોટ- પડધરી- ધ્રોલ- જામનગર- લાલપુર પંથકના અનેક જુગરિયા તત્વો જુગાર રમવા માટે એકત્ર થયા છે તેવી બાતમીના આધારે ગઈ રાત્રે એલસીબી ની ટુકડી એ દરોડો પાડી ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા મહિલા સહિત 21 આરોપીની અટકાયત કરી લઈ અને તેઓ પાસેથી રોકડ રકમ વાહનો મોબાઇલ ફોન મળી રૂ.33.79 લાખની માલમતા કબજે કરી છે.

વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડમાં ભગવતી પરા વિસ્તારમાં પૂલના છેડે રહેતા મનીષ રમણીકલાલ સખીયા નામના શખ્સના મકાનમાં મોટુ જુગારધામ ચાલી રહ્યું છે અને અનેક શખ્સો સૌરાષ્ટ્રભરમાંથી એકત્ર થયા છે તેવી બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી એક મહિલા સહિત 21 સ્ત્રી પુરુષ જુગાર રમતાં મળી આવ્યા હતા.આથી પોલીસે મકાન માલિક મનિષ રમણિકભાઈ સખિયા, કેતન વાલજીભાઈ વૈષ્ણવ, જમન માવજીભાઈ ચાંગાણી, જગદિશ બાબુભાઈ દોંગા, પંકજ મનસુખભાઈ કાછડિયા, સુરેશ હંસરાજભાઈ વેકરિયા, જનક વાસુદેવભાઈ માટકા, ખીમા રામાભાઈ ભાટુ, રાજુ બચુભાઈ કરંગિયા, બાબુ મચ્છાભાઈ બાંભવા, હિતેષ ઓઘડભા ભુવા, શાંતિભાઈ પરસોત્તમભાઈ કમાણી, રમેશ ભગવાનજીભાઈ સરધારા, દીપક રમણિકભાઈ પાંભર, પીયૂષ રવજીભાઈ હિંગરાજિયા, અશોકસિંહ ગુમાનસિંહ જાડેજા, સુદિરસિંહ નાલુભા ચુડાસમા, અમિત લખમણભાઈ મલિક, મનોજ ગોરધનભાઈ ફળદુ, રાજેશ મોહનભાઈ અકબરી અને લક્ષ્મીબેન બટૂકભાઈ ઝાપડા સહિત તમામ એકવીસ જુગારિયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાલાવડ જેવા તાલુકામાં કલબ જેવો મસમોટો જુગાર ચાલતો હોય જે અંગે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી જિલ્લાની એલસીબીએ દરોડો પાડતાં ખડબડાટ મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.