Abtak Media Google News

નીતિન દેસાઈએ અનેક ખ્યાતનામ ફિલ્મોના સેટ ડિઝાઇન કર્યા હતા : આપઘાત પાછળ પૈસાની તંગી કારણભૂત હોવાની ચર્ચા

બોલિવૂડના ફેમસ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ આજે સવારે આત્મહત્યા કરી લીધી છે. નીતિન દેસાઈએ કર્જતના એનડી સ્ટુડિયોમાં ગળેફાંસો ખાધો છે. તેમના મૃત્યુના સમાચાર સામે આવતા જ સિનેમા જગતમાં શોક વ્યાપી ગયો છે.

નીતિન દેસાઈ કર્જતમાં પોતાના એનડી સ્ટુડિયોમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. હાલ તેમના મોતની વધુ જાણકારી સામે આવી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે આત્મહત્યા કરી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી આ મામલાની તપાસમાં જોડાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, પૈસાની તંગીના કારણે તેમણે આજે સવારે 4:30 વાગ્યે એનડી સ્ટુડિયોમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. કર્જતના ધારાસભ્ય મહેશ બાલદીએ તેમની મોતના સમાચાર શેર કર્યા હતા.

નીતિન દેસાઈ વર્ષ 1989થી આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. નીતિન દેસાઈએ ઘણી ફિલ્મોમાં ફિલ્મ સેટ ડિઝાઇનર તરીકે કામ કર્યું છે. નીતિન દેસાઈએ લગાન, દેવદાસ, હમ દિલ દે ચૂકે સનમ, પ્રેમ રતન ધન પાયો અને જોધા અકબર જેવી ફિલ્મોમાં ફિલ્મ સેટ ડિઝાઇનર તરીકે કામ કર્યું છે. નીતિનને ચાર વખત બેસ્ટ આર્ટ ડાયરેક્શનનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ અને દેવદાસ માટે બેસ્ટ આર્ટ ડાયરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.