Abtak Media Google News

શાસ્ત્રી મેદાન સામે આવેલી એવસ્ટેટ બિલ્ડીંગના નવમાં માળે ઘોડી પાસાની જુગાર કલબ ચાલતી હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા રાજકોટ, મોરબી, જામનગર અને પડધરીના  25 શખ્સોની રુા.2.90 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

પરસાણાનગરના શખ્સની જુગાર કલબમાં મોરબી, જામનગર અને પડધરીના શખ્સો જુગાર રમવા આવ્યા તા: રુા.2.90 લાખનો મુદામાલ કબ્જે: એ ડિવિઝન પોલીસને મળી મહત્વની સફળતા

Screenshot 2 7

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર આવેલા પરસાણાનગરના મોસીન મહંમદુસેન પઠાણ નામના શખ્સે શાસ્ત્રી મેદાન સામે એવસ્ટેસ્ટ બિલ્ડીંગના નવમાં માળે ઘોડીપાસાની જુગાર કલબ ચલાવતો હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પી.આઇ. ડી.એમ.હરીપરા, પી.એસ.આઇ. જી.એન.વાઘેલા, એએસઆઇ એમ.વી.લુવા, ભરતસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ કેતનભાઇ બોરીચા, ભગીરથસિંહ ઝાલા, જગદીશભાઇ વાંક અને હરવિજયસિંહ ગોહિલ સહિતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડયો હતો.

જુગાર દરોડા દરમિયાન જુગાર કલબ સંચાલક મોહસીન મહંમદહુસેન પઠાણ, પરસાણાનગર શેરી નંબર 6ના મોહસીન સલીમ મોટાણી, માલધારી સોસાયટીના જગદીશ વિભા રાતડીયા, લાલપરી શેરી નંબર 4ના મયુર રમેશ બાંભવા, જગંલેશ્ર્વરના તન્વીર રફીક શીંસાગીંયા, ધરમનગર આવાસ યોજનાના અમિત જહુર શીંસાગીંયા, બાલકૃષ્ણ સોસાયટીના નૈમિષ શામજી નોંધણવદરા, દેવપરા ભવાની ચોકના ઇમરાન સતાર મીઠાણી, ગંજીવાડાના અસ્લમ મહંમદ કલર, ઘાચીવાડના શૌકત હુસેન કરગથરા, કે.કે.વી. હોલ પાસે વિજય નારણ સોલંકી, મોચીનગર સોસાયટીના સરફરાજ અબ્દુલ દલવાણી, લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીના સિરાજ કાદર સુમરા, અંકુર સોસાયટી ઇકબાલ કાસમ શમા, રામનાથપરા મેઇન રોડના સદામ સુલતાન સલોત,  પડધરીના નારણકા શિવપુરના નરોસતમ વિરજી મકવાણા, ધોરાજીના બસીર અમીન ગરાણા, ઇમ્તિયાઝ મહંમદ ગરાણા, ગોંડલના આમદ બોદુ ખીરાણી, મોરબીના અમિત જીતેન્દ્ર સોલંકી, સલીમ હાજી સુમરા, વિશાલ ભીખુભા ગઢવી, જામનગર હાજી ઉમર ખીરા અને અશ્ર્વિન પ્રેમજી ગોહેલ નામના શખ્સોની ધરપકડ કરી છે.

પોલીસે એક મોબાઇલ અને રોકડ મળી રુા.2.90 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.જુગાર રમતા ઝડપાયાલે પરસાણાનગરના મોસીન મોટાણીરાજકોટ અને પડધરીમાં જુગાર અને મારામારીના ગુનામાં ઝડપાયો છે., જંગલેશ્ર્વરનો તન્વીર રફીક શીશાંગીયા સામે ભાયાવદરમાં જુગારનો ગુનો અને મોરબી પંચાસરના સલીમ હાજી સુમરા મારામારી અને ધમકી દેવાના ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકયા છે. જુગાર કલબ કેટલા સમયથી ચાલતી હતી અને અને અન્ય કોણ સંડોવાયું છે તે અંગે પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથધરવામાં આવી છે.

નવમાં માળની ઓફિસના માલિક સામે કાર્યવાહી થશે?

એવરેસ્ટ બિલ્ડીંગના નવમાં માળે બેરોટોક ચાલતી ઘોડીપાસાની જુગાર કલબ પર એ ડિવિઝન પોલીસે દરોડો પાડી 25 શખ્સોની ધરપકડ કરી છે. જુગાર કલબ અંગે અને પોલીસની કાર્યવાહી અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પરસાણાનગરના મોસીન પઠાણને એવરેસ્ટ બિલ્ડીંગનો નવમાં કોણે ભાડે અપાવ્યો, શું પોલીસ નવમાં માળના માલિક સામે કાર્યવાહી કરશેે?, કેટલા સમયથી જુગાર કલબ ચાલતી હતી?, મોસીન પઠાણને કોના આશિર્વાદથી શહેરની મધ્યમાં ઘોડીપાસાની જુગાર ચાલુ કરી?  શું પોલીસના પગ તળે રેલો આવે તે પહેલાં કાર્યવાહી કરવાની ફરજ પડી સહિતના અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ઘોડી પાસાનો જુગાર રમવા આવતા શખ્સોને વિદેશી શરાબ પિરસાતો?

એવરેસ્ટ બિલ્ડીંગના નવમાં માળે ચાલતી બેરોકટો ઘોડીપાસાની જુગાર કલબ પર પોલીસે દરોડો પાડયો ત્યારે ડસ્ટબીનમાંથી વિદેશી દારુની ખાલી બોટલનો મોટો જથ્થો મળી આવ્યો છે. જુગાર રમવા આવતા પંટરોને જુગાર કલબ સંચાલક દ્વારા વિદેશી દારુ પિરસાવામાં આવતો હોવાની ચર્ચાએ ચકચાર જગાડી છે. ઘોડીપાસાનો જુગાર રમવા જામનગર, ધોરાજી, મોરબી અને પડધરીના પંટરોને જુગાર કલબ અંગે જાણ થાય છે પરંતુ સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીને કેમ જુગાર કબલ અંગે અજાણ રહી તે અંગેના સવાલો ઉઠી રહ્યા છે.

ઘોડીપાસાની જુગાર કલબમાં સેફટી માટે મોબાઇલ લાવવા સામે મનાઇ

એવરેસ્ટ બિલ્ડીંગના નવમાં માળે ચાલતી ઘોડીપાસાની જુગાર કલબ અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો ત્યારે 25 શખ્સોની ધરપકડ કરવામાં આવી પરંતુ તેઓની પાસેથી માત્ર એક જ મોબાઇલ કબ્જે કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. ઘોડીપાસાની જુગાર કલબની સેફટી માટે જુગાર કલબ સંચાલક મોસીન પઠાણે પંટરોને મોબાઇલ લાવવા સામે મનાઇ ફરમાવી હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.