Abtak Media Google News

સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યોની જનરલ બોર્ડમાં વરણી: નીતિન ભારદ્વાજ, બીનાબેન આચાર્ય, અશ્ર્વિન મોલીયા, વિજયાબેન વાછાણી, જયોત્સનાબેન ટીલાળા, વિજય વાંક અને ઘનશ્યામ જાડેજાના સ્થાને સ્ટેન્ડિંગમાં અરવિંદ રૈયાણી, ઉદય કાનગડ, ડો.જૈમન ઉપાધ્યાય, ડો.દર્શિતા શાહ, જાગૃતિબેન ઘાડિયા, નીતિન રામાણી અને ઘનશ્યામસિંહ એ.જાડેજાને સભ્ય તરીકે સમાવાયા

Rmclogoરાજકોટ મહાનગરપાલિકામાં આજે નવા પદાધિકારીઓની નિમણુક કરવા માટે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યોની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી. હાઈ પ્રોફાઈલ સ્ટેન્ડિંગ કમિટીમાં મહાપાલિકાના ઈતિહાસમાં પ્રથમવાર ધારાસભ્યનો સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી સ્ટેન્ડિંગના સભ્ય એવા ભાજપના સિનીયર કોર્પોરેટર નીતિનભાઈ ભારદ્વાજનો સ્ટેન્ડિંગમાં સમાવેશ ન કરાતા ભારે આશ્ર્ચર્ય ફેલાઈ જવા પામ્યું છે.

સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યોમાં ચેરમેન તરીકે ઉદયભાઈ કાનગડની નિમણુક કરવામાં આવી છે. આ ઉપરાંત સભ્ય તરીકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કશ્યપભાઈ શુકલ, અનિલ રાઠોડ, મીનાબેન પારેખને રીપીટ કરવામાં આવ્યા છે. જયારે નીતિનભાઈ ભારદ્વાજ, બીનાબેન આચાર્ય, અશ્ર્વિનભાઈ મોલીયા, વિજયાબેન વાછાણી અને જયોત્સનાબેન ટીલાળાને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ ડેપ્યટી મેયર દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ અને જાગૃતિબેન ઘાડિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષ કોંગ્રેસના બે સભ્યો વિજયભાઈ વાંક અને ઘનશ્યામસિંહ જાડેજાને બદલે કોંગ્રેસના બે સભ્ય તરીકે ઘનશ્યામસિંહ એ.જાડેજા અને નીતિનભાઈ રામાણીની નિમણુક કરવામાં આવી છે.

સામાન્ય રીતે જનરલ બોર્ડ પૂર્વે મળતી ભાજપની સંકલન બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નામ જાહેર કરી દેવામાં આવતું હોય છે પરંતુ ચેરમેનની નિયુકિત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવ્યા બાદ બે-ચાર દિવસ પછી કરવામાં આવતી હોય છે. જોકે આ પરંપરા ગત વખતથી બંધ થઈ ગઈ છે. આજે જનરલ બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ બપોરે ૧:૦૦ કલાકે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં ચેરમેન તરીકે ઉદયભાઈ કાનગડની સર્વાનુમતે નિમણુક કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ઉદયભાઈ કાનગડ વર્ષ ૨૦૦૭-૦૮માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી નિભાવી ચુકયા છે. આટલું જ નહીં તેઓ દેશમાં નાની ઉંમરે મેયર બનવાનું બહુમાન પણ ધરાવે છે. શાસક પક્ષના નેતા અને ડે.મેયરપદે પણ તેઓ બખુબી જવાબદારી નિભાવી ચુકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.