Abtak Media Google News

ભવ્ય રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

કરબલાના મહાન શહીદ હઝરત ઈમામ હુસૈન (અ.સ) ની વિલાદત (જન્મ દિવસ) પ્રસંગે ગઇકાલે કોડીનાર શહેરમાં હિન્દુ-મુસ્લિમ દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શહેરની એક્તા અને ભાઈચારા માટે  બુખારી મોહલ્લામાંથી મુળદ્વારકે રોડ સ્થિત કરબલા સુધી ભવ્ય એકતા રેલી કાઢવામાં આવી હતી. આ એકતા રેલીમાં કોડીનાર શહેર ભાજપ પ્રમુખ સુભાષભાઈ ડાડીયા, બેન્કના ચેરમેન પરતાપભાઈ ડોડીયા, દિલીપભાઈ મોરી, ભગુભાઈ પરમાર, નાનુભાઈ સાગર,હરીભાઈ માલમડી(વેરાવળ), ધીરૂભાઈ ગંગદેવ, હાજી રફીકભાઈ જુણેજા, બસીરભાઈ શેખ, રઉફભાઈ કચ્છી તેમજ કોળી સમાજના યુવા આગેવાન અકશય સેવરા અને તેની ટીમએ આ રેલીમાં જોડાયેલા તમામ લોકોને પાણીનુ વિતરણ કરેલ હતુ અને કોમી એકતાના દર્શન જોવા મળેલા હતા તેમજ આ રેલીમાં પધારેલા તમામ હિન્દુ-મુસ્લિમ બીરાદરોનું મૌલાના તેહકીકહુસૈન રીઝવી  (ભાવનગર પેશ-ઈમામ), મોલાના અસગર મેંહદી  (કોડીનાર પેશ-ઈમામ), મોલાના મુખ્તારએહમદ નકવી , ઔલ ઈન્ડીયા પ્રસન્લ લો બોર્ડ (ગુજરાત સેક્રેટરી) મોહંમદહુસૈન એ નકવી (અબા) ભાજપ લઘુમતી અધ્યક્ષ જીશાનભાઈ નકવી, નગરપાલીકા સદસ્ય જાહીદબાપુ નકવી, ટ્રસ્ટી રાજનઅલી નકવી અને અલીનકી નકવી(એડવોકેટ) તેમજ ઔલ ઈન્ડીયા મિડીયા એશોસીયન ના સદસ્ય અને મુસ્લિમ સમાજના અગ્રણી રીપોટર સૈયદ અબ્બાજાન નકવી (પટેલ) તેમજ શીઆ સમાજના નવયુવાનો અને વડીલોએ આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.