Abtak Media Google News

વિધીની વક્રતાનો શિકાર બનેલ પરિવારની યુવાન દિકરીને પરણાવી  અને આજીવન દિકરીની તમામ જવાબદારીઓ ઉપાડવા મુસ્લીમ દંપતિની નેમ

કે તેઓની બાજુમાં વિધિના વક્રતા નો શિકાર બનેલ 6 (છ) સભ્યોનો હિન્દુ (મોચી) પરિવાર વસવાટ કરતો હોય જેમાં માં ત્થા એક દીકરો તેમજ એક દીકરી જે 6 (છ) સભ્યો પૈકી માં કાકા દાદા ત્થા ભાઈ અર્ધ મેન્ટલી માનસિક સંતુલન ગુમાવી બેઠેલા હોય જેમાં દીકરી યુવાનીના ઉંબરે પગ માંડતા બાજુ માં મુસ્લિમ પરિવાર યુનુસભાઈ ચુડેસરા તેમજ તેમના પત્ની ને દીકરીની ચિંતા સતાવવા લાગેલી કે હાલ જમાનો ખુબજ ખરાબ હોય આ દીકરીનું શુ થશે તેવી ચિંતા સતાવવતી હોય એવા સમયે યુનુસભાઈ ચુડેસરા ના ધર્મપત્ની એ મનોમન નક્કી કરી યુનુસભાઈ ને કહેલ કે આ દીકરીને આપણે પાલક માં બાપ બનીને તેમના હિન્દુ(મોચી) સમાજમાં કોઈ સારો છોકરો ગોતી ને આ દીકરીને પરણાવી ઘરે બારે કરી દઈએ.

અન્યથા જો કોઈ ઉચનીચ જેવી ઘટના બનશે તો આપણો પાડોશી ધર્મ લાજશે તેમજ આપણે આપણી પોતાની જાતને જીવન ભર માફ નહિ કરી શકીએ પોતાની ઘરવાળી ના આવા ઉમદા અને સારા વિચાર થી યુનુસભાઈ ચુડેસરા માં પણ એક અલૌકિક કુદરતી ઉર્જાનો સંચાર થયેલ ને તેઓએ પણ દીકરીના પાલક પિતા બની પરણાવાનુ મન બનાવી લીધુ  દીકરીના પોતાના હિન્દુ (મોચી) સમાજ માં મુરતિયો ગોતવાની શરૂઆત કરી દીધેલ જે કામ ખુબજ અકલ્પનિયને અઘરું હતું પણ કહેવાય છે ને કે કોઈ સારી ભાવના અને સારા વિચાર લઈને ચાલો એટલે કુદરતને પણ મદદરૂપ થવું પડે અને થયુ પણ.

Img 20210528 Wa0031

એવુ જ કે દીકરી ને તેમની જ જ્ઞાતી ના ભાવનગર ના એક સુખી સમ્પન હિન્દુ (મોચી) પરિવાર માંથી માંગુ આવેલ જેમાં યુનુસભાઈ ચુડેસરા એ ખુબજ પોતાની સગી દીકરી હોય તે રીતે અંગત રસ દાખવી દીકરો (મુરતિયા) ને અને દીકરા પક્ષ ના લોકો ને વિગતવાર દીકરીના ઘરની પરિસ્થિતિ ની વાત કરીને યુનુસભાઈ ચુડેસરા એ કહેલ કે રાજી થાય તે જીવ ને પ્રસન્ન થાય તે શિવ  આવી લાગણી રાખીને આપણે આ વહેવાર કરવાનો છે અને દીકરી ના મા બાપ તરીકે તમારે મને ઓળખવાનો છે હુ આ જીવન દીકરી ની તમામ જવાબદારી ઉપાડીશ અને તમામ વહેવાર મારી સાથે કરવાનો છે હુ મુસ્લિમ ઘાંચીતમો હિન્દુ મોચી આપણે બન્ને અલગ અલગ સમાજના છીએ છતા પણ આપણે આ કામ ઉકેલવાનુ છે અને આપણે બન્ને વચ્ચે વેવાઈ ના સંબંધે બધાંવવાનુ છે.

તેવુ માની ને ચાલજો જેથી દીકરા વાળા સામા પક્ષે ખુબજ ઉદારતા વાદી ને દિલદાર લોકો હોય તેઓએ પણ આ યુનુસભાઈ ચુડેસરા ની વાત ને ગંભીરતા થી લઈને દીકરા પક્ષ તેમના પરિવારના સભ્યોને આ વાત જણાવેલ અને તેમના પરિવાર ના સભ્યોને પણ આ વાત પસંદ પડેલ અને બન્ને પક્ષ તરફથી કબુલ મંજુર રાખેલ*  અને આ પ્રકારે યુનુસભાઈ ચુડેસરા એ દીકરી પક્ષ તરફથી તમામ પ્રકારની જવાબદારી ઓ લીધી અને સામા પક્ષ ને કહેલ કે હુ  જ્યા સુધી જીવુ છુ ત્યા સુધી આ દીકરી મારી છે અને તેમની તમામ જવાબદારી સાથે દીકરી ને ઘરેબારે કરી એક માનવતાં ની મિસાલ કાયમ  કરેલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.